માય ભારત પોર્ટલ પર થયું હતું આયોજન: મહિલા કોલેજે કર્યું શ્રેષ્ઠ પ્રદર્શન
પોરબંદરમાં દેશભક્તિસભર સ્પર્ધાઓમાં ગોઢાણીયા મહિલા કોલેજની વિદ્યાર્થીનીઓએ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતુ.
ફોર ગુજરાત નેવલ એન.સી.સી. યુનિટ, પોરબંદર દ્વારા સ્વતંત્રતા દિવસ-2026ની ઉજવણી નિમિત્તે ’માય ભારત’ પોર્ટલ પર વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યુ હતુ.આ સ્પર્ધાઓમાં ડો.વી.આર. ગોઢાણીયા મહિલા કોલેજ, પોરબંદરની એન.સી.સી. કેડેટ્સે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.ખાસ કરીને ચિત્ર સ્પર્ધા અને નિબંધ લેખન સ્પર્ધામાં કોલેજની અંદાજે 80 જેટલી એન.સી.સી. કેડેટ્સે સહભાગી બની દેશભક્તિ, સર્જનાત્મકતા અને રાષ્ટ્રીય ચેતનાનો સુંદર પરિચય આપ્યો હતો.કોલેજના ટ્રસ્ટી વિરમભાઈ ગોઢાણીયા, મેનેજિંગ ટ્રસ્ટી અર્જુનભાઈ મોઢવાડિયા તેમજ પ્રિન્સિપાલ કેતનભાઈ શાહે કેડેટ્સના ઉત્સાહ અને સક્રિય સહભાગિતાની પ્રશંસા કરી હતી તથા ભવિષ્યમાં પણ આવી રાષ્ટ્રીય પ્રવૃત્તિઓમાં વધુમાં વધુ જોડાવા પ્રોત્સાહિત કર્યા હતા.આ સમગ્ર કાર્યક્રમનું સફળ માર્ગદર્શન અને આયોજન કોલેજના એન.સી.સી. ઓફિસર તથા સ્પોર્ટ્સ કોચ શાંતિબેન ભૂતિયા દ્વારા કરવામાં આવ્યું હતું. તેમના માર્ગદર્શન હેઠળ કેડેટ્સે શિસ્ત, રાષ્ટ્રપ્રેમ અને સર્જનાત્મકતાનું ઉત્તમ પ્રદર્શન કર્યું હતું.
અંતે કોલેજ પરિવારે તમામ સહભાગી એન.સી.સી.કેડેટ્સને અભિનંદન પાઠવી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી.
