પોરબંદરની જે.વી.જેમ્સ સ્કૂલમાં વીધર્મી વિદ્યાર્થીએ બાળકનું ગળુ દબાવ્યુ

બાળકના પિતાએ આક્રોશ સાથે પ્રિન્સિપાલથી માંડીને ટ્રસ્ટીને પણ કરી રજૂઆત:વધતા જતા કિસ્સાઓ ઉપર બ્રેક નહી આવે તો સંસ્થાની આબરૂ ધૂળધાણી થશે તેમ જણાવાયુ

પોરબંદરની જે.વી.જેમ્સ સ્કૂલમાં વિધર્મી વિદ્યાર્થીએ બાળકનું ગળુ દબાવતા બબાલ મચી હતી. વિદ્યાર્થીના પિતા રોષ સાથે રજૂઆત કરવા ગયા હતા અને પ્રિન્સિપાલથી માંડીને ટ્રસ્ટીને પણ જાણ કરીને વધતા જતા કિસ્સાઓ ઉપર બ્રેક નહી આવે તો સંસ્થાની આબરૂ ધૂળધાણી થશે તેમ જણાવાયુ હતુ.
બનાવની વિગત એવી છે કે પોરબંદરના ડો.વી.આર. ગોઢાણીયા શૈક્ષણિક સંકુલમાં કાર્યરત જયશ્રીબેન વિરમભાઇ ગોઢાણીયા ઇંગ્લીશ મિડીયમ સ્કૂલ (જે.વી.જેમ્સ સ્કૂલ)માં પાંચમા ધોરણનો વિદ્યાર્થી સ્કૂલ બસમાં જતો હતો ત્યારે નજીવા કારણસર એક વિધર્મી વિદ્યાર્થીએ ઉશ્કેરાઇને માથાકુટ કરી હતી અને તેનું ગળુ દબાવીને હત્યાનો પ્રયાસ કર્યો હતો. બાળકે રડતા-રડતા ઘરે આવીને માતા-પિતાને વાત કરતા તેઓ ચોંકી ઉઠયા હતા અને ત્યારબાદ શાળા ખાતે પ્રિન્સીપાલ ભાવનાબેન અટારાને રજૂઆત કરી હતી એ પછી ટ્રસ્ટના પ્રમુખ ડો. વિરમભાઇ ગોઢાણીયાને પણ રૂબરૂ મળીને જાણ કરી હતી. શાળાની અંદર વિધર્મી વિદ્યાર્થીઓના વધતા જતા ત્રાસ અંગે સ્પષ્ટપણે જણાવીને જો પરિસ્થિતિ કાબુમાં લેવામાં નહી આવે તો શાળાની અંદર જ કોમવાદ જેવી પરિસ્થિતિનું નિર્માણ થશે અને ગોઢાણીયા સંકુલ જેવા પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંકુલની આબરૂ ધૂળધાણી થશે તેમ જણાવી દેવાયુ હતુ. બાળકના પિતાએ જણાવ્યુ હતુ કે છેલ્લા કેટલાક સમયથી આ પ્રકારના હિંસક બનાવો વિધર્મી વિદ્યાર્થી દ્વારા વધ્યા છે. તેથી હવે જો સંકુલના સત્તાધીશો ગંભીરતાથી જાગીને સમયસર પગલા નહી ભરે તો પરિસ્થિતિ વધુ ગંભીર બનશે તેવી ચિંતા સેવવામાં આવી છે. ડો. વિરમભાઇ ગોઢાણીયાએ જણાવ્યુ હતુ કે વાલીઓ સાથે રૂબરૂ બેઠક યોજવામાં આવશે અને ઘટનાની તપાસ કરીને જવાબદારો સામે કડક પગલા ભરવામાં આવશે અને બાળકોની સુરક્ષા માટેની પૂરતી ખાત્રી પણ આપવામાં આવી હતી.

રિલેટેડ ન્યૂઝ