પાત્ર લાભાર્થીઓને સ્થળ પર જ ફોર્મ ભરવાની અને જરૂરી માર્ગદર્શનની મળશે સુવિધા
રાજ્ય સરકારની માનવ કલ્યાણ યોજના અંતર્ગત પાત્ર લાભાર્થીઓને યોજનાનો લાભ સરળતાથી મળી રહે તે હેતુથી ફોર્મ ભરવા માટે બે સ્થળે વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ દરમિયાન લાભાર્થીઓને સ્થળ પર જ ફોર્મ ભરાવી આપવામાં આવશે તેમજ જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવશે.કેમ્પમાં ફોર્મ ભરાવવા માટે લાભાર્થીઓએ પોતાના આધારકાર્ડ, રેશનકાર્ડ, ઈ-શ્રમ કાર્ડ, આવકનો દાખલો, જાતિનો દાખલો, પાસપોર્ટ સાઇઝના ફોટા તેમજ આધારકાર્ડ સાથે લિંક થયેલ મોબાઇલ નંબર સાથે લાવવાનો રહેશે.આ આયોજન હેઠળ પ્રથમ કેમ્પતા.6 જુલાઈ, 2026 સોમવારના રોજ પંચેશ્વર મહાદેવ મંદિર ખાતે સવારે 11:00 થી બપોરે 1:00 વાગ્યા સુધી યોજાશે. જ્યારે બીજો કેમ્પ એ જ દિવસે સિદ્ધેશ્વર મહાદેવ મંદિર ખાતે સાંજે 4:00 થી 6:00 વાગ્યા સુધી યોજાશે.આથી માનવ કલ્યાણ યોજનાનો લાભ મેળવવા ઇચ્છુક તમામ પાત્ર લાભાર્થીઓને જરૂરી દસ્તાવેજો સાથે નિયત સ્થળ અને સમયે ઉપસ્થિત રહી કેમ્પનો લાભ લેવા આયોજકો દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. વધુ માહિતી માટે હેતલબેન સાણથરા મો.નં.9824712706ઉપરસંપર્ક સાધવા જણાવ્યું છે.
