ઘેડ પંથકની કેનાલમાં નવા નીરના થયા વધામણા

મધુવંતી ઓઝત કોસ્ટલ કેનાલમાં વિશાળ જળ રાશિની થઈ આવક

પોરબંદરના ઘેડ પંથકમાં નવા નીર કેનાલમાં આવતા તેને વધાવવામાં આવ્યા હતા
છેલ્લા 24 કલાકથી કેશોદ અને માંગરોળ પંથકમાં ધોધમાર વરસાદ વરસતા મધુવંતી ઓઝત કોસ્ટલ કેનાલમાં નવા નીરની આવક શરૂ થઈ છે. સત વરસાદના કારણે કેનાલમાં પાણીનું સ્તર વધતા કોસ્ટલ કેનાલ ઉપર આવતા બળેજ, અમીપુર સહિતના ગામોના ખેડૂતોમાં આનંદનો માહોલ છવાયો છે.વર્ષો પછી કેનાલમાં પાણી આવતા ખેડૂતોના ચહેરા પર ખુશી જોવા મળી. હવે રવિ પાક માટે પાણીની ચિંતા દૂર થતાં ખેડૂતોએ નવા નીરના વધામણા કર્યા.
આ પ્રસંગે બળેજ જિલ્લા પંચાયતના સદસ્ય સંતોકબેન લીલા પરમાર, પોરબંદર તાલુકા ભાજપના મહામંત્રી લીલાભાઈ પરમાર, તેમજ ખેડૂત આગેવાન ડાયાભાઈ ઉલવા સહિત મોટી સંખ્યામાં ખેડૂતો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આગેવાનો અને ખેડૂતોએ પરંપરા મુજબ કેનાલના પાણીને શ્રીફળ અને ચુંદડી ચઢાવીને વધાવ્યા. સાથે જ “ભારત માતા કી જય” અને “જય જવાન જય કિસાન” ના નારા પણ ગુંજ્યા.ખેડૂતોનું કહેવું છે કેનાલમાં પાણી આવવાથી હવે ઘઉં, જીરું અને ચણાના પાકને મોટો ફાયદો થશે. આ નવા નીરથી સમગ્ર વિસ્તારની ખેતીને જીવતદાન મળ્યું છે.

રિલેટેડ ન્યૂઝ