રાણાવાવની યુવતીના કબ્જામાંથી વિદેશી દારૂના 42 ચપટા થયા કબ્જે

નવા કુંભારવાડાના ઇસમને બોખીરા-તુંબડા રોડ પરથી વિદેશી દારૂની 40 બોટલ સાથે પકડી લેવાયો: નશાની હાલતમાં વાહન ચલાવનારા અને દેશી દારૂનો ધંધો કરનારા ઇસમો સામે થઇ કાર્યવાહી

રાણાવાવની યુવતીના કબ્જામાંથી વિદેશી દારૂના 42 ચપટા કબ્જે થયા છે. તો નવા કુંભારવાડાના ઇસમને બોખીરા-તુંબડા રોડ પરથી વિદેશી દારૂની 40 બોટલ સાથે પકડી લેવાયો હતો અને નશાની હાલતમાં વાહન ચલાવનારા અને દેશી દારૂનો ધંધો કરનારા ઇસમો સામે કાર્યવાહી થઇ હતી.
યુવતીના ઘરેથી દારૂ મળ્યો
રાણાવાવના સ્ટેશનપ્લોટમાં જુના રામાપીરના મંદિર પાસે રહેતી શાંતિ ખીમા મોઢવાડીયા દારૂનો ધંધો કરી રહી હોવાની માહિતીના આધારે પોલીસે દરોડો પાડતા તેના મકાનની પાછળથી વિદેશી દારૂના 42 ચપટા સહિત 4200નો મુદ્ામાલ મળી આવતા પોલીસે કાર્યવાહી કરી હતી.
બોખીરા-તુંબડા રોડ પર દરોડો
પોરબંદરના નવા કુંભારવાડા શેરી નં. 4માં રહેતા સુરેશ ભીખુ શીંગડીયાને 6000 રૂા.ના વિદેશી દારૂના 40 ચપટા સાથે બોખીરા-તુંબડા રોડ પર મીનાક્ષી ફેકટરી નજીકથી પકડી પાડયો હતો અને તેની પૂછપરછ કરતા દારૂનો જથ્થો બોખીરાના કેલા કીશા મકવાણા પાસેથી લીધો હોવાની કબુલાત કરતા તેની સામે પણ ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.
સુભાષનગરમાં વિદેશી દારૂની એક બોટલ સાથે યુવાન ઝડપાયો
સુભાષનગરની કે.આર.સી. ઓફિસ સામે રહેતો અને ફેબ્રીકેશનનો ધંધો કરતો જનક કરશન સોલંકી ટર્મીનલ ગેટ પાસેથી 100 રૂા.ની વિદેશી દારૂની એક બોટલ સાથે નીકળ્યો ત્યારે પકડી લેવાયો હતો.
દેશી દારૂના દરોડા
એરપોર્ટ સામે ઝૂપડપટ્ટીમાં રહેતા વિજય હરસુખ રાજગોર અને રાજુ હરસુખ રાજગોરને વીરડીપ્લોટના ટાંકણીપુલ પાસેથી 200-200 રૂા.ના દારૂ સાથે પકડી લીધા હતા. કુછડીની કાઠીયાસીમમાં રહેતા સુકા વેજા કુછડીયાની ગેરહાજરીમાં 500 રૂા.નો 20 લીટર આથો કબ્જે થયો છે. મૂળ માધવપુરના બાલુ માલદે પરમારને હેલપેડની બાજુમાંથી 400 રૂા.ના દારૂ સાથે પકડી લીધો છે. છાયાના જૂના વણકરવાસમાં રહેતા છગન દેવશી શીંગરખીયાની ગેરહાજરીમાં 800 રૂા.નો દારૂ મળ્યો હતો. ખાપટ ગામે નાગદેવતાના મંદિર પાસે રહેતી સોના મનજી પરમાર પાસેથી 1200 રૂા.નો દારૂ મળતા સવારે પોલીસમથકે હાજર થવા જણાવાયુ હતુ. માધવપુરના ગણેશઝારા વિસ્તારમાં રહેતા વિજય જાનુ પરમારને માધવપુરમાં કોળી સમાજની વંડી પાસેથી 2400 રૂા.ના દારૂ સાથે પકડી લીધો હતો. માઘવપુરના ગણેશ ઝારા વિસ્તારમાં રહેતા સંજય ઉકા સોલંકીને 1000 રૂા.ના દારૂ સાથે પકડી લીધો હતો.
વાહનચાલકો સામે પગલા
મહેસાણાના દગાવાડીયા ગામના લવજી વેલજી ચૌધરીને ચૌટાચેકપોસ્ટ ખાતેથી નશાની હાલતમાં કાર ચલાવતા પકડી લીધો હતો. છાયા જમાતખાના પાસેની ગલીમાં રહેતા નિલેશ કડવા માલમને ટ્રાફિક નિયમના ભંગ બદલ છાયા પંચાયતચોકીનાગેટ પાસેથી પકડી લીધો હતો. મૂળ મધ્યપ્રદેશ તથા હાલ રાણાવાવના વાડીવિસ્તારમાં રહેતા કુંવરસિંહ જતીનભાઇ માવડાને નશાની હાલતમાં બાઇક ચલાવતા રાણાવાવના બસસ્ટેશન પાસેથી પકડી લીધો હતો.

રિલેટેડ ન્યૂઝ