સ્થાનિકકક્ષાએ પગલા નહી લેવાતા રાજ્યકક્ષાએ અને ત્યારબાદ હવે કેન્દ્ર કક્ષાએ પૂરાવા સાથે થઇ ફરિયાદ: સ્થાનિક અધિકારીઓની ભૂમિકા અંગે પણ અરજીમાં કરવામાં આવ્યો ઉલ્લેખ
પોરબંદર નજીકના રાણાબોરડી ગામે ગ્રામપંચાયતના સત્તાધીશો દ્વારા થયેલા કથિત કૌભાંડ અંગે સ્થાનિકકક્ષાએ પગલા ભરવામાં આવ્યા નહી હોવાથી હવે રાષ્ટ્રપતિને રજૂઆત કરવામાં આવી છે.
અરજદાર મીશન માતૃભૂમિના હરીશ રાવતે કરેલી રજૂઆતમાં જણાવ્યુ છે કે પોરબંદર જિલ્લાનું રાણા બોરડી કૌભાંડ અને કાંડ આવે ઉચ્ચકક્ષાએ પણ રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી સુધી રજૂઆતો અને ફરિયાદો કરવામાં આવી ખાસ મહત્વનું છે કે પોરબંદર જિલ્લાના રાણા બોડી પ્રકરણમાં અનેક મુદ્દાઓ સાથે લડત લડતા અરજદારોએ હવે આ સમગ્ર પ્રકરણને રાષ્ટ્રપતિ સુધી પહોંચતું કરતા મામલો વધુ ગરમાયો છે.
વિકાસ કાર્યોમાં ગેરરીતી રોકવા અને કાર્યવાહી કરવામાં મુખ્ય ભુમિકા જીલ્લા કચેરીને જવાબદારી અને ભુમિકા ભજવતી હોઈ છે.તેવામાં રાણા બોરડી પ્રકરણને હમેશાની જેમ કાગળો પર તપાસો દરસાવીને છટકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ રાણા બોરડીનાં સ્થાનીક ફરીયાદી અને અરજદાર હરીશ રાવત પણ ગામનાં ન્યાય માટે કોઈપણ હદ પાર અને કાયદા અનુસાર તમામ આધારોને રાખીને જોગવાયો મુજબ પોરબંદર જીલ્લા કચેરીઓની ભુમિકાને ખુલ્લી પાડી રહ્યા છે.
આ સાથે અરજદારે ગામના જીવા દોરી સમાન પુર સંરક્ષણ દિવાલ ઉપર આધાર પુરાવા સહિત રજૂઆતો કરી હતી તથા ફરિયાદો પણ દાખલ કરવામાં આવી હતી તથા અગાઉ પણ તપાસ સમિતિ સમક્ષ આ સમગ્ર મુદ્દે મૂકવામાં આવ્યો હતો. ત્યારબાદ ફરી વખત પુરસંરક્ષણ દિવાલમાં લાખો રૂપિયાની ઉચાપત થઈ અને ગેરરીતિ થઈ હોવાનું પણ પ્રસ્થાપિત કરી ચૂક્યા છે પરંતુ યોગ્ય દિશામાં કાર્યવાહી ન થતા આ સમગ્ર પ્રકરણમાં રાષ્ટ્રપતિને કરવામાં આવેલી અરજી અને ફરિયાદમાં પેન ડ્રાઈવ માં પણ આધાર પુરાવા સહિત વિડીયોગ્રાફી સહિત મોકલવામાં આવ્યુ છે જેનો આનો સ્પષ્ટ આદેશ સાથે સમગ્ર પ્રકરણ રાજ્ય કક્ષાએ ચીફ સેક્રેટરી સુધી પહોંચતા મામલો ગરમાયો છે સમગ્ર પ્રકરણમાં સૌથી ભૂંડી ભૂમિકા જિલ્લા કક્ષાના અધિકારીઓએ નિભાવી હોવાનો પણ આ અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. અરજદાર અને ફરિયાદીઓએ સ્પષ્ટ અભિપ્રાય વખતોવખતના અરજી અને ફરિયાદો તથા રજુ કરવામાં આવેલા આધાર પુરાવા સહિત આ અરજીમાં ઉલ્લેખ થયો છે
આ અરજી જિલ્લા કક્ષાનાં અધીકારીઓની ભુમિકા અને બેદરકારી તથા તમામ બાબતોને લેખીત આપવામાં આવી છે વધુમાં જાણવા મળતી વિગત મુજબ આ સમગ્ર રાણા બોરડી કૌભાંડ મામલો પ્રધાનમંત્રી સુધી પણ પહોંચ્યો છે સમગ્ર કોભાંડ અને સમગ્ર મામલામાં, અનેકો રજુવાત થયા બાદ પણ સંતોસકારક અને આધાર પુરાવા રજુ કર્યા હોવા છતા કાર્યવાહી ન થતા એક પછી એક અરજદારો કડી જોડી રહ્યા છે.
પોરબંદર જીલ્લા કચેરી દ્વારા કરવામાં આવેલ કથીત તપાસ અને કાગળો પર કામનો મુદ્દો પણ અરજીમાં ટકાયો છે.
અરજદારોએ પણ સ્પષ્ટ કહ્યું હતું કે આવા ભ્રષ્ટાચારીઓને અને સરપંચને બચાવવામાં મુખ્ય જવાબદાર પણ જીલ્લા કચેરી હોવાનો પણ ઉલ્લેખ કર્યો હતો.
