પોરબંદરના યુવાનને રાજસ્થાની માર્કાવાળી વ્હીસ્કીની એક બોટલ સાથે પકડી લેવાયો

મહિલા સહિત 3 શખ્સોના કબ્જામાંથી મળી આવ્યો દેશી દારૂ

પોરબંદરના યુવાનને રાજસ્થાની માર્કાવાળી વ્હીસ્કીની એક બોટલ સાથે પકડી લેવાયો છે તથા મહિલા સહિત 3 શખ્શોના કબ્જામાંથી દેશી દારૂ મળી આવ્યો છે.
વિદેશી દારૂ મળ્યો
પોરબંદરના પેરેડાઇઝ ફૂવારા નજીક સેન્ટ્રલ બેન્ક પાસે રહેતા સન્ની મહેન્દ્ર મોતીવરસને સુભાષનગર રોડ પર જૂના જકાતનાકા પાસેથી 125 રૂા.ની રાજસ્થાની માર્કાવાળી વ્હીસ્કીની એક બોટલ સાથે પકડી લીધો હતો.
દેશી દારૂના દરોડા
મીયાણીના ડાયા પોમા પરમારને 400 રૂા.ના દારૂ સાથે મીયાણીના પાવરહાઉસ પાસેથી પકડી લીધો હતો. બોખીરાના કોળીવાડના નાકા પાસે રહેતા રાજુ ઉર્ફે રાજ હરસુખ ડાકીને 1600 રૂા.ના દારૂ સાથે તેના ઘર નજીકથી પકડી લેવાયો હતો. ઉદ્યોગનગર રેલ્વેફાટક પાસે રહેતી કારીબેન અરજન ઓડેદરા પાસેથી 1000 રૂા.નો દારૂ મળી આવતા સવારે પોલીસમથકે હાજર થવા જણાવાયુ
હતુ.

રિલેટેડ ન્યૂઝ