મેડિકલ કોલેજના સ્ટાફ ક્વાર્ટરની સાઈટ પર મળ્યો અજગર

છ ફુટ લાંબા અજગરનું થયું રેસ્ક્યુ: કુદરતના ખોળે મુક્ત કરવામાં આવ્યો

પોરબંદરની સરકારી મેડિકલ કોલેજ પાસે બની રહેલા સ્ટાફ ક્વાર્ટર ની સાઈટ ઉપર એક 6 ફૂટનો અજગર ચડી આવતા તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.
પોરબંદરમાં ધરમપુર પાસે સોમનાથ – ધ્વારકા હાઇવેનાં ઓવર બ્રીજ પછી બની રહેલા જી.એમ.ઈ.આર.એસ મેડીકલ કોલેજનાં સ્ટાફ કવાર્ટર્સની સાઈટ પાસે એક અજગર ત્યાં કામ કરતા લાકેએ જોયેલ. એ અજગર એક મોટા વજનદાર કંટેઇનરની નીચે જતો રહેલ હતો. જી.એમ.ઈ.આર.એસ મેડીકલ કોલેજનાં શુભમ ત્રિવેદીએ તરત જ સર્જન પરિવારનાં ડો.નીતિન પોપટને જાણ કરતાં ડો.નીતિન પોપટ અને દાંતનાં ડોકટર ડો.હર્ષનાદ દિવાકરભાઈ નાણાવટીએ ત્યાં પહોંચી અને આ આશરે 6 ફુટ લાંબા અજગરનું રેસ્કયુ કરેલ હતું.
આ રેસ્કયુનાં કામમાં શુભમ ત્રિવેદી અને નિખીલ ઢાંકેચાએ પણ ખૂબ જહેમત ઉઠાવી હતી. રેસ્કયુ કરેલા અજગરને સુરક્ષીત રીતે જંગલ વિસ્તારમાં કુદરતને ખોળે મુકત કરી દીધેલ હતો.

રિલેટેડ ન્યૂઝ