સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા 25000નું હથિયાર થયું કબજે: હથિયારધારા મુજબ ગુનો થયો દાખલ
પોરબંદરમાં 25,000 ની પિસ્તોલ સાથે એસઓજી ની ટીમે એક ઈસમને પકડી પાડ્યો છે.
પોરબંદર જિલ્લાના પોલીસ અધીક્ષક બી.યુ.જાડેજા ના માર્ગદર્શન હેઠળ પોરબંદર જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી તેમજ શાતીપુર્ણ વાતાવરણ જળવાઈ રહે તે હેતુ થી પોરબંદર જીલ્લામા ગેરકાયદેસર હથીયાર પકડી પાડવા અંગે પોલીસ ઇન્સ્પેકટર એમ. એન. જાડેજા ને સુચના આપવામાં આવેલ જે સુચના અન્વયે એસ.ઓ.જી. સ્ટાફના
માણસો ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીગમા હતા દરમ્યાન એ.એસ.આઈ રવિન્દ્ર ચાંઉ પો.હેડ.કોન્સ મોહિતભાઈ આર. ગોરાણીયા તથા પો.કોન્સ. દિલીપભાઈ મોઢવાડીયા ને બાતમી મળેલ હોય જે હકીકત આધારે એક ઇસમ જેને શરીરે ક્રીમ કલરનુ પેન્ટ તથા પીળા, કાળા, સફેદ કલરની લાઈનીંગ વાળો શર્ટ પહેરેલ ઈસમ પોતાના નેફામા હથીયાર રાખી બોખીરા સ્મશાનથી બોખીરા તરફ જતા રસ્તે સતીઆઈ મંદીર પાછળ ઉભો હોવાની હકીકત મળતા તુરંત હકિકતવાળી જગ્યા પર જઈ સદરહું ઇસમને ચેક કરતા મજકુર સબીર કાસમ મન્સુરી પિંજારા ઉ.વ.51 રહે, વીરડી પ્લોટ, રઝા પાનની ગલીમા વાળો ગેરકાયદેસર વગર પાસ-પરમીટે દેશી હાથ બનાવટની પિસ્ટલ અગ્નીશસ્ત્ર નંગ-01 કી.રૂ.25,000/-ના મુદામાલ સાથે ઝડપી લઈ બંને આરોપીઓને ધોરણસર અટક કરી ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં હથીયાર ધારા મુજબનો ગુન્હો દાખલ કરાવેલ છે.
પોલીસ ઇન્સપેક્ટર એમ.એન. જાડેજા એ.એસ.આઈ. રવીભાઈ ચાઉ દિપકભાઈ ડાકી, પો.હેડ.કોન્સ. મોહીત રાજેશભાઈ ગોરાણીયા ભરતસિંહ ગોહીલ, હરદાસભાઈ ગરચર ભીમાભાઈ ઓડેદરા પો.કોન્સ. દિલીપભાઈ મોઢવાડીયા સરમણભાઈ ખુંટી ગીરીશભાઈ વાજા રોકાયેલ હતા.
