ગણોદની પ્રાથમિક શાળામાં વિવિધ સેવા પ્રવૃત્તિઓ યોજાઈ

યુવાનની પુણ્ય સ્મૃતિમાં બટુક ભોજન અને સાયબર ક્રાઇમ અવેરનેસ કાર્યક્રમનું થયું આયોજન

પોરબંદર નજીકના ગણોદ ખાતે પ્રાથમિક શાળામાં યુવાનની સ્મૃતિમાં બટુક ભોજન સાથે સાઇબર ક્રાઈમ સેમીનાર યોજાયો હતો.
હીટ એન્ડવિનક્રિકેટગ્રુપપોરબંદર દ્વારા ગણોદ પ્રાથમિક શાળામાં તેમના પરમ મિત્ર સ્વ.હાર્દિક મકવાણાની પવિત્ર સ્મૃતિમાં સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે શાળાના બાળકો માટે બટુક ભોજનનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે જ પોરબંદર પોલીસ નેત્રમના પી.એસ.આઈ. આશિષભાઈ ચૌહાણ દ્વારા બાળકો અને ગ્રામજનો માટે સાયબર ક્રાઈમ જાગૃતિ સેમિનાર યોજવામાં આવ્યો હતો. જેમાં ઓનલાઈન છેતરપિંડી અને સોશિયલ મીડિયાની સલામતી અંગે માહિતી આપવામાં આવી હતી.સ્વ.હાર્દિક મકવાણા જુની કલેક્ટર કચેરીમાં ફરજ બજાવતા હતા. તેઓ અત્યંત સેવાભાવી અને મિત્રોને મદદ માટે હંમેશા તૈયાર રહેતા હતા. તા.3.5.2026 ના રોજ તેમનું અવસાન થયું હતું. આ કાર્યક્રમ દ્વારા મિત્રોએ સંકલ્પ લીધો કે હાર્દિકભાઈની સ્મૃતિને જીવંત રાખવા માટે આવા સમાજઉપયોગી કાર્યો સતત કરતા રહેશું.

રિલેટેડ ન્યૂઝ