એસ.ઓ.જી.ની ટીમે કરી કાર્યવાહી: પકડાયેલા આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ હોવાનું બહાર આવ્યું
પોરબંદર પોલીસની ટીમ દ્વારા ગાંજા ચરસ સાથે બે ઈસમોને પકડી પાડવામાં આવ્યા છે.
પોરબંદર એસ.ઓ.જી.ની ટીમે બાતમીના આધારે એરપોર્ટની સામે આવેલ શીવ રેસીડન્સીના રૂમ નંબર 606 માં રેઇડ કરી મારીઝુઆના/હસીસ (ચરસ) તથા ગાંજા સાથે બે ઇસમોને ઝડપી પાડ્યા છે.પોલીસે સ્થળ પરથી 168 ગ્રામ ચરસ અને 75 ગ્રામ સૂકો ગાંજો મળી કુલ રૂા. 56,250 નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પકડાયેલા આરોપીઓમાં હું રાણાવાવ તથા હાલ પોરબંદર રહેતો નાગાજણ ઉર્ફે નાગો ગીગનભાઈ બોખીરીયા રહે. પોરબંદર અને કેયુર કિશોરભાઈ હીરાણી રહે. રાજકોટનો સમાવેશ થાય છે. પોલીસ તપાસમાં બંને આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ હોવાનું બહાર આવ્યું છે. નાગાજણ બોખીરીયા સામે અગાઉ અપહરણ, મારામારી અને દારૂના ગુના નોંધાયેલા છે. જ્યારે કેયુર હીરાણી સામે રાજકોટમાં ખુન અને ગાંધીનગરમાં દારૂનો ગુનો નોંધાયેલ છે. બંને હાલમાં જામીનપર મુક્ત હતા.
આ અંગે કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ગ.ઉ.ઙ.જ. એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
