નવા સુધારેલા કાયદાની અમલવારી કરાવવા થયુ સૂચન: જામીન ઉપર છૂટી ગયા બાદ ગામ છોડીને ચાલી ગયેલા આરોપીઓ વર્ષો સુધી મળતા નથી તેથી આવા ચીટરો સામે કાયદાનો ડર હોવો જરૂરી બન્યો
પોરબંદર સહિત રાજ્યભરમાં ચેક પરત ફરવાના ગુનામાં આરોપીઓ સામે કડક કાર્યવાહી થાય તે જરૂરી બન્યુ છે તેમ જણાવીને તે અંગે પ્રિન્સીપાલ ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સજજને આવેદન પાઠવાયુ છે.
પોરબંદરના રમેેશભાઇ પ્રજાપતિ દ્વારા થયેલી રજૂઆતમાં જણાવાયુ છે કે ભારતીય ન્યાય સંહિતાની વર્ષ -2023ની કલમ 269 મુજબ પોરબંદરના એડીશ્ર્નલ ચીફ જ્યુડીશ્યલ મેજિસ્ટ્રેટ ની એક જ કોર્ટમાં આ ચેક પરત ફરવાના કેસની વર્ષ 2023ના નવા કાયદા મુજબ કાર્યવાહી થયેલ છે. તો તે પોરબંદરની બીજી બધી ટ્રાયલ કોર્ટોએ આજ દિવસ સુધી આ નવા કાયદા મુજબ કોઇ કાર્યવાહી કરેલ નથી. તો આ નવા કાયદા મુજબ બધી જ ટ્રાયલ કોર્ટો આ બાબતમાં વહેલીતકે યોગ્ય કાર્યવાહી કરે તેવી મારી નમ્ર અરજ સાથે અપીલ છે.
અને ઘણી બાબતમાં આ સમય દરમિયાન આરોપીઓ બહારગામ જતા હોય તેથી આરોપીઓના વોરંટ બજતા ન હોય અને આરોપીઓ પકડાતા ન હોય તેથી ઘણી ટ્રાયલ કોર્ટોએ ફરીયાદીઓના કેસ કાઢી નાખેલ છે અથવા તો ફરીયાદીઓએ કેસ વીથ ડ્રો કરવા પડે છે. તેથી તમામ ફરીયાદીઓના આ નવા કાયદા મુજબ તેઓના કેશ ફરી બધી જ ટ્રાયલ કોર્ટમાં એકટીવ (ચાલુ) થાય તે બાબત આપ ચેક પરતના કેસમાં ફરીયાદીઓને યોગ્ય ન્યાય મળેતે માટે મદદરૂપ થશે તેવી મારી આપને અપીલ છે.
નેગોશીએબલ એકટની કલમ 138 મુજબ ફરીયાદીઓના ચેક પરત ફરવાના કેસમાં આરોપીના જામીન લાયક વોરંટ કાઢવામાં આવેલ હોય તે પોલીસ અધિકારી દ્વારા કોર્ટમાં કેસની ટ્રાયલ માટે જે હાજર રહેવાની શરતે તેને પોલીસ સ્ટેશનમાંથી યોગ્ય રકમમાં જામીન લઇ કોર્ટમાં જે તારીખ હોય તે તારીખે હાજર રહેવા માટે પોલીસ અધિકારીઓ જામીન ઉપર છોડતા હોય છે પણ તે પછી તે આરોપીઓ પોલીસ સ્ટેશનમાંથી છુટી ઘણા સમય સુધી અથવા ઘણા વર્ષો સુધી બહારગામ જતા રહ્યા હોય તેથી નવા વોરંટ બજતા ન હોય અને આરોપીઓ પકડાતા ન હોય કોર્ટ સમયે હાજર થતા ન હોય તેથી આપને મારી અરજ સાથે અપીલ છે કે મેં તા. 19-1-2026 તથા તા. 20-1-2026ના ન્યુઝ પેપરમાં ચેક પરત ફરવાના કેસમાં પોલીસ સ્ટેશનમાંથી જામીન પર છૂટી કોર્ટ સમક્ષ હાજર થતા ન હોય અને બહારગામ જતા રહ્યા હોય તેથી મારા જેવા અનેક ફરીયાદીઓના લાખો રૂપિયાની રકમ નજીકના સબંધ અથવા સગા સબંધીઓની સાથે છેતરપીંડી ચીટીંગ કરી ગયેલા એવા અનેક માણસોને ભારતીય ન્યાયસંહિતાની વર્ષ 2023ની કલમ 269 મુજબ પ્રથમ દર્શનીય રૂપે કોર્ટમાં હાજર ન રહેવાનો ગંભીર ગુન્હો આચરેલ હોય તેવો કાયદો બનેલ છે તેવુ મારી જાણમાં આવેલ છે.
તેથી આવા આરોપીઓને કડક અને યોગ્ય પોરબંદરની તમામ કોર્ટોમાં આવા કેસોમાં કોર્ટ ફરીયાદી બની આવા છેતરપીંડી અને ચીટીંગ કરી ગયેલા લોકોને આ નવા કાયદા મુજબ યોગ્ય સજા થાય અને આ ચેક પરત ફરવાના કેસના અનેક ફરીયાદીઓને યોગ્ય ન્યાય મળે તે માટે આપને મારી અપીલછે કે આ ભારતીય ન્યાય વર્ષ 2023ની નવી કાયદાની કલમનો વહેલીતકે પોરબંદરની બધી કોર્ટોમાં ચેક પરત ફરવાના નવા કાયદાની અમલવારી થાય તેવી અપીલ છે.
આવા અનેક ફરીયાદીઓને બેંકના ચેક આપી છેતરપીંડી અને ચીટીંગ કરી જતા આવા લોકોને યોગ્ય સજા મળે અને આવા બીજા ઘણા લોકો આવી બાબતથી (કાયદાનો ડર લાગશે)સમજી જશે.
આ બાબતમાં આપ સૌ પોરબંદરના ફરીયાદીઓના ચેક પરત ફરવાના કેસમાં પોરબંદરના અનેક ફરીયાદીઓને ખૂબજ યોગ્ય મદદરૂપ થશો તેવી મારી અપીલ છે.
