યોગાસન સ્પર્ધામાં મોકર ગામના વિદ્યાર્થીઓએ કર્યું શ્રેષ્ઠ પ્રદર્શન

સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર દ્વારા અખિલ ભારતીય શાળાકીય રમતોત્સવનું થયુ હતુ આયોજન:તેજસ્વી યોગવીરોને બિરદાવવામાં આવ્યા

પોરબંદર નજીકના મોકર ગામના વિદ્યાર્થીઓ યોગાસન સ્પર્ધામાં વિજેતા બન્યા હતા.
સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત તથા જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, પોરબંદરના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી સિત્તેરમી અખિલ ભારતીય શાળાકીય રમતો અંતર્ગત જિલ્લા કક્ષાની યોગાસન સ્પર્ધાનું આયોજન શ્રી મોકર પ્રાથમિક શાળા ખાતે કરવામાં આવ્યું હતું. સ્પર્ધામાં જિલ્લાના વિવિધ શાળાઓમાંથી અંદાજે એકસો વીસ જેટલા ખેલાડીઓએ અલગ-અલગ વયજૂથ અને ઇવેન્ટમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.આ સ્પર્ધામાં મોકર ગામના ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરીને અનેક પ્રથમ સ્થાનો પ્રાપ્ત કર્યા હતા અને રાજ્યકક્ષાની સ્પર્ધા માટે પોતાની પસંદગી સુનિશ્ચિત કરી હતી.
શ્રી મોકર પ્રાથમિક શાળાના અંડર-14 ક્ધયા વિભાગમાં જોડ મહેક હેમંતભાઈ (ટ્રેડિશનલ અને રિધમિક પેર), ગોવિંદવીરા વિદ્યા રાજુભાઈ (ટ્રેડિશનલ), શિયાણી સીયા વજુભાઈ (આર્ટિસ્ટિક પેર), બળેજા મનસ્વી મહેશભાઈ (રિધમિક પેર), ટુકડીયા પૂર્વી અખિલભાઈ (આર્ટિસ્ટિક પેર), લગધીર રવિ રાજુભાઈ (ટ્રેડિશનલ અને રિધમિક પેર) તેમજ ટુકડીયા જય દિનેશભાઈ (રિધમિક પેર) પોતાની-પોતાની ઇવેન્ટમાં પ્રથમ સ્થાન મેળવી રાજ્યકક્ષાની સ્પર્ધા માટે પસંદગી પામ્યા છે. તે જ રીતે શ્રી એમ.એમ.વી. હાઇસ્કૂલ, મોકરના અંડર-17 અને અંડર-19 વિભાગના ખેલાડીઓએ પણ ઉત્કૃષ્ટ દેખાવ નોંધાવ્યો હતો. જેમાં લગધીર અંજલી રામજીભાઈ (ટ્રેડિશનલ અને આર્ટિસ્ટિક પેર), ટુકડીયા ચાંદની અખિલભાઈ (ટ્રેડિશનલ અને આર્ટિસ્ટિક પેર), શિયાણી કિંજલ રમેશભાઈ, કોમલ રમેશભાઈ શિયાણી તથા નિધિ વલ્લભભાઈએ પોતાની-પોતાની ઇવેન્ટમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરીને રાજ્યકક્ષાની સ્પર્ધામાં સ્થાન મેળવ્યું છે.આગામી દિવસોમાં રાજ્યકક્ષાની યોગાસન સ્પર્ધામાં આ તમામ ખેલાડીઓ પોરબંદર જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. ખેલાડીઓની આ સિદ્ધિ બદલ સમગ્ર મોકર ગામમાં આનંદની લાગણી પ્રસરી છે.
આ તમામ ખેલાડીઓને યોગ કોચ તથા જિલ્લા યોગ ક્ધવીનર લાખાણા ભાવિશાબેન રામજીભાઈ અને યોગ ટ્રેનર ટુકડીયા નેહાબેન ગીરધરભાઈના સતત માર્ગદર્શન અને તાલીમનો લાભ મળ્યો હોવાનું જણાવાયું હતું. ખેલાડીઓની આ સફળતા બદલ બંને કોચ, સમગ્ર શાળા પરિવાર તેમજ ગ્રામજનોએ રાજ્યકક્ષાની સ્પર્ધા માટે શુભેચ્છાઓ પાઠવી અભિનંદન વ્યક્ત કર્યા હતા.

રિલેટેડ ન્યૂઝ