રાત્રીના સમયે અજાણ્યા વાહનચાલકે ઠોકર મારી દેતા સારવાર બાદ વનવિભાગને સોંપવામાં આવ્યુ
નટવરનગર ગામ નજીક વાડીવિસ્તારમાં ઘવાયેલા શિયાળને યુવાનોએ બચાવ્યુ હતુ. રાત્રીના સમયે અજાણ્યા વાહનચાલકે ઠોકર મારી દેતા સારવાર બાદ વનવિભાગને સોંપવામાં આવ્યુ હતુ.
પોરબંદરના નટવરનગર ગામે રાત્રિના સમયે કોઇ અજાણ્યા વાહનચાલકે બેફિકરાઇથી વાહન ચલાવીને શિયાળને ઠોકર મારી દેતા તે કણસતુ હતુ.
બનાવની જાણ થતા આ વિસ્તારના અગ્રણી અને શિવદૂત સંસ્થાના પ્રમુખ અર્જુનભાઇ ગોઢાણીયાને જાણ કરવામાં આવતા તેઓ તાત્કાલિક દોડી ગયા હતા અને ઇજાગ્રસ્ત શિયાળને સારવાર માટે નટવરનગર ખાતે અર્જુનભાઇના નિવાસસ્થાનેલાવવામાંઆવ્યુ હતુ અને ત્યા પ્રાથમિક સારવાર અપાયા બાદ વનવિભાગને જાણ કરવામાં આવી હતી. જંગલખાતાના કર્મચારીઓએ તેનો કબ્જો લઇને તેને વધુ સારવાર માટે પોરબંદર પહોચાડયુ હતુ.
