પોરબંદર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની યોજનાકીય કામગીરીની સમીક્ષા બેઠક યોજાઈ


શ્રમ રોજગાર અને ગ્રામ વિકાસ વિભાગના કેબિનેટ મંત્રીએ મેળવી જાણકારી: અધિકારીઓને આપ્યું મહત્વનું માર્ગદર્શન

પોરબંદરમાં શ્રમ અને રોજગાર મંત્રીની ઉપસ્થિતિમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની યોજનાકીય કામગીરીની સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી.
શ્રમ રોજગાર અને ગ્રામ વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષસ્થાને પોરબંદર સરકીટ હાઉસ ખાતે જિલ્લાકક્ષાના અધિકારીઓ સાથે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની યોજનાકીય કામગીરી માટે સમીક્ષા બેઠક યોજાઈ હતી.કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ આ બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી હેઠળ અમલમાં મૂકાતી પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ), નેશનલ રૂરલ લાઈવલીહુડ મિશન, સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ), વી.બી.જી.રામજી, એસ.એચ.જી. ગ્રુપ તથા પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના સહિતની વિવિધ યોજનાઓના અમલીકરણ અને પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી અને સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું
મંત્રીનું સ્વાગત ગ્રામ વિકાસ એજન્સીના નિયામક રેખાબા સરવૈયાએ કરીને બેઠકનું સંચાલન કર્યું હતું.આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી બી.બી. ચૌધરી સહિત સંબંધિત વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રિલેટેડ ન્યૂઝ