પોરબંદરમાં સગીરાના અપહરણ કેસમાં યુવાનના માતા-પિતા અને મિત્રને મળ્યા શરતી જામીન

સ્કૂટરમાં બેસાડીને બંનેને એક ગામથી બીજે ગામ મુકવા ગયો હોવાથી મદદગારીનો મુકાયો હતો આરોપ

પોરબંદરના સગીરાના અપહરણ કેસમાં મદદગારી બદલ યુવકના માતા-પિતા અને મિત્રની સામે કાર્યવાહી થઈ હતી તેઓને શરતી જામીન આપવામાં આવ્યા છે.
હાલ આધુનિક જમાનામાં અનેક દેશોએ સગીર બાળકોના કિસ્સામાં સોશ્યલ મીડીયા ઉપર બેન્ડ લગાવેલ છે તે રીતે ભારતમાં પણ તેની આવશ્યકતા વધતી જાય છે.કારણ કે, હાલ સગીરવયની છોકરી કે, છોકરો મોબાઈલના કારણે કોઈપણ રીતે કોઈના પ્રેમમાં પડી જતા હોય છે.અને પછી પ્રેમનું પાગલપન અને કાયદાની અજાણતાના કારણે પ્રેમીઓને જેલમાં જવાનો વારો આવે છે.તેવા જ એક કિસ્સામાં ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એક ગુન્હામાં એક સગીરવયની દિકરી તેના પ્રેમી સાથે ભાગી જતા અને ભગાડીજનારનો મીત્ર કરશન મેરૂભાઈ ચાંચિયા પોતાના સ્કુટરમાં ભોગ બનનાર તથા તેના પ્રેમીને સ્કુટરમાં બેસાડીને એક ગામ થી બીજા ગામ મુકવા ગયેલા હોય તે અનુસંધાને પોલીસે તેને પણ સહતહોમતદાર બનાવતા અને છોકરાના મા-બાપ કે જેઓએ બે દિવસ આ સગીરાને પોતાના ધરે રાખેલી હોય તેથી પોલીસ દ્રારા તે ત્રણેયને પણ સહ તહોમતદાર દર્શાવેલા હતાં.અને પોસ્કો જેવી ગંભીર કલમો હોવાના કારણે જેલ હવાલે કરેલા હતાં. અને જેલમાંથી જ આરોપીઓ દ્વારા પોરબંદરના સીનીયર એડવોકેટ ભરતભાઈ લાખાણી તથા દેવશીભાઈ મોઢવાડીયા મારફતે સ્પેશ્યલ કોર્ટમાં જામીન અરજી કરતા અને વિગતવાર દલીલ કરતા જણાવેલ કે, હાલના તહોમતદારોને મુખ્ય ગુન્હા સાથે કાંઈ લેવા દેવા નથી. અને મદદ કરવાના ભાવથી કરેલા કૃત્યને ગુન્હાહિત કૃત્ય ગણી શકાય નહીં. એટલુ જ નહી કોઈને સ્કુટરમાં બેસાડતા પહેલા તેનુ આધારકાર્ડ કે, જન્મનો દાખલો જોઈને બેસાડવા જોઈએ તેવુ સામાન્ય સંજોગોમાં બનતુ ન હોવાના કારણે અજાણતા થયેલી ભુલના કારણે લાંબો સમય જેલમાં રાખી શકાય નહીં.તેમજ માતા-પિતા પણ કોઈ રીતે ગુન્હાહીત પ્રવૃતિમાં સંડોવાયેલ ન હોય તે સંબંધે વિગતવાર દલીલ કરતા કોર્ટ દ્વારા પિતા બાબુભાઈ તથા માતા લીલુબેન તથા મિત્ર કરશન મેરૂભાઈને શરતોને આધીન જામીન ઉપર છોડવાનો હુકમ કરેલ છે.આ કામમાં આરોપી વતી પોરબંદરના જાણીતા એડવોકેટ ભરતભાઈ લાખાણી, દેવશી મોઢવાડીયા, નવધણ જાડેજા તથા શૈલેષ ઓડેદરા રોકાયેલા હતા.

રિલેટેડ ન્યૂઝ