પોરબંદરમાં પંચ સંમેલનની તાલીમનું થયું આયોજન

પ્રભારી મંત્રી બાવળિયાના અધ્યક્ષ સ્થાને અપાયું માર્ગદર્શન

પોરબંદર ખાતે પંચ સંમેલનની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગ્રામ વિકાસ વિભાગના કેબીનેટ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયા અને વનપર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયાના અધ્યક્ષ સ્થાને પોરબંદર સર્કીટ હાઉસ ખાતે પંચ સંમેલન તાલીમ યોજાઈ હતી.જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીની વી.બી. જી રામ જી અન્વયે યોજાયેલ પંચ સંમેલન તાલીમમાં યોજના અંગે જીલ્લા
પંચાયત તથા તાલુકા પંચાયતના સદસ્યયશ્રીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.આ પ્રસંગે કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ ગ્રામ્ય કક્ષાએ વી.બી. જી રામ જી યોજના અંતર્ગત જીઆરજીસી કાર્ડ કઢાવીને સરકારની યોજનાનો મહતમ લાભ લેવા માટે અનુરોધ કર્યો હતો.

રિલેટેડ ન્યૂઝ