પરિવારજનોને સોંપતા સૌએ રાહતનો શ્ર્વાસ લીધો
પોરબંદરમાં ગુમ થયેલ માતા-પુત્રને પોલીસે શોધી કાઢી અને પરિવારજનોને સોંપતા સૌએ રાહતનો શ્ર્વાસ લીધો હતો.
જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા તથા પોરબંદર જિલ્લાના પોલીસ અધિક્ષક બી.યુ. જાડેજા દ્વારા ગુમ, અપહરણ થનાર બાળકોને શોધી કાઢવા સુચના કરવામાં આવેલ હોય જે અનુસંધાને શહેર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક ઋતુ રાબાના સીધા માર્ગદર્શન મુજબ તા. 27-7-2026ના કમલાબાગ પોલીસ સ્ટેશન ગુમ થયેલ મા-દીકરાને શોધી કાઢવા સુચના તેમજ માર્ગદર્શન કરેલ હતુ.
જે અનુસંધાને કમલાબાગ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એસ.જી. સોલંકી તથા કમલાબાગ પોલીસ સ્ટાફના માણસો દ્વારા ગુમ થનારને શોધી કાઢવા સતત પ્રયત્નશીલ હતા ે અન્વયે કમલાબાગ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેકટર ડી.એમ. ભોળા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ મુરુભાઇ મોકરીયા તથા વુમન લોકરક્ષક દક્ષાબેન મંગાભાઇ ઉપરોકત ગુમ જાણવાજોગના કામે ગુમ થનાર પુષ્પા ધીરુભાઇ હાજાભાઇ મકવાણા ઉ.વ. 35 અને કૈલાસ તુલશીભાઇ વિકમા ઉ.વ. 12 હાલ રહે. છાયા, રઘુવંશી સામે પોરબંદરવાળાઓને ટેકનીકલ એનાલીસીસ તથા હ્યુમન સોર્સીસના આધારે ગુમ થનાર મા-દીકરાને તા. 30-7-2026ના પોરબંદર નરસંગ ટેકરી રોડ પરથી શોધી કાઢી તેમના પિતા ધીરુભાઇ હાજાભાઇ મકવાણા રહે. છાયા, રઘુવંશી સામે પોરબંદરવાળાને સોંપી આપેલછે.
આ કામગીરીમાં એસ.જી. સોલંકી, પોલીસ સબ ઇન્સ્પેકટર ડી.એમ. ભોળા, પોલીસ હેડ કોન્સ્ટેબલ મુરુભાઇ મોકરીયા તથા વુમન લોકરક્ષક દક્ષાબેન મંગાભાઇ રોકાયેલા હતા.
