જામનગરના 21 ગુન્હાના આરોપીની રાણાવાવ પોલીસે કરી ધરપકડ

વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન અને જામનગર સી-ડીવીઝન પોલીસ સ્ટેશનના દારૂના ગુન્હામાં નાસતા ફરતો હોવાથી ગ્રેઝેટ થયુ હતુ પ્રસિધ્ધ

જામનગરના 21 ગુન્હાના આરોપીની રાણાવાવ પોલીસે ધરપકડ કરી છે. વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન અને જામનગર સી-ડીવીઝન પોલીસસ્ટેશનના દારૂના ગુન્હામાં નાસતા ફરતો હોવાથી ગ્રેઝેટ પ્રસિધ્ધ થયુ હતુ.
જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા પોરબંદર જિલ્લાના નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે ખાસ સૂચના આપેલ હોય. જે અનુસંઘાને રાણાવાવ ડીવીઝન વિભાગના પોલીસ અધિક્ષક ધ્રુવલ સી.સુતરીયાએ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા આપેલ ખાસ સુચના અન્વયે રાણાવાવ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર બી.જી.ડાંગરના માર્ગદર્શન મુજબ રાણાવાવ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેકટર આર.વી. મોરી તથા પોલીસ સ્ટાફના માણસો રાણાવાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન મળેલ હકીકતના આધારે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનની કલમ તથા બી.એન.એસ.એસ. કલમ મુજબ તથા જામનગર સીટી સી-ડીવીઝન પોલીસસ્ટેશન માં પ્રોહીબીશનની કલમ મુજબના ઉપરોકત બંને ગુન્હાના કામે ગેઝેટ પ્રસિધ્ધ નાસતા ફરતા આરોપી રોહિત ચંદુલાલ લીંબડ ઉ.વ. 42, ધંધો ડ્રાયવીંગ રહે. શંકર ટેકરી સુભાષપરા શેરી નં. 2, જામનગરવાળાને પકડી પાડી આગળની કાર્યવાહી કરવા તજવીજ કરેલ છે.
પકડાયેલ શખ્શની ગુન્હાહિત હિસ્ટ્રી તપાસતા તેની સામે જામનગર સીટી બી-ડીવીઝન, સી-ડીવીઝન, એ-ડીવીઝન, કાલાવડ પોલીસ સ્ટેશન, રાજકોટનું પી-નગર પોલીસ સ્ટેશન વગેરેમાં પ્રોહીબીશન સહિત કુલ 21 જેટલા ગુન્હાઓ નોંધાઇ ચૂકયા હોવાનું સામે આવ્યુ હતુ અને બે ગુન્હામાં તે નાસતો ફરતો હતો.
આ કામગીરી રાણાવાવ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર બી.જી. ડાંગર, પોલીસ સબ ઇન્સ્પેકટર આર.વી. મોરી, એ.એસ.આઇ. ડી.પી.વરૂ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ બી.જે.દાસા, એ.કે.લુવા, કે.પી.ઝાલા તથા પોલીસ કોન્સ્ટેબલ સંજય વાલાભાઇ, સરમણ દેવાયતભાઇ, જયમલ સામતભાઇ, ભરત કાનાભાઇ, નાથા સરમણભાઇ દ્વારા કરવામાં આવેલ હતી.

રિલેટેડ ન્યૂઝ