પોરબંદરમાં ઝુંપડપટ્ટીમાં રહેતા લોકોને નાસ્તાનું થયું વિતરણ

રોટલા બેંક સંસ્થા દ્વારા વધુ એક સેવાકાર્ય યોજાયું

પોરબંદરની ઝુંપડપટ્ટીમાં રહેતા લોકોને નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
પોરબંદરની સામાજિક સેવામાં અગ્રેસર રહેતી સંસ્થા રોટલા બેંક દ્વારા અવિરત સેવાયજ્ઞ ચાલુ રાખવામાં આવ્યો છે. આ ક્રમમાં તાજેતરમાં શહેરના સ્લમ વિસ્તારમાં રહેતા લોકો માટે નાસ્તા વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. રોજબરોજની મુશ્કેલી વચ્ચે જીવન જીવતા પરિવારોને સમયસર આહાર મળી રહે તે ઉદ્દેશ્ય સાથે આ સેવા હાથ ધરવામાં આવી હતી.આ સેવાકાર્ય રોટલા બેંક પોરબંદરના સ્થાપક પ્રમુખ દર્શન નાગરાજ જોષીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. તેમની સાથે ખેવલભાઈએ પણ વિશેષ ઉપસ્થિત રહીને સેવામાં જહેમત ઉઠાવી હતી.સ્લમ વિસ્તારના બાળકો, વડીલો અને મહિલાઓને ટીમ દ્વારા પ્રેમ અને આદર સાથે નાસ્તો આપવામાં આવ્યો હતો.લાભાર્થીઓએ સંસ્થાના આ કાર્યની પ્રશંસા કરી હતી.”માનવ સેવા એ જ પ્રભુ સેવા”ના મંત્ર સાથે રોટલા બેંક પોરબંદર સતત કાર્યરત છે. સંસ્થાની આ નિસ્વાર્થ સેવાને જોઈને સમાજના લોકો પણ પ્રેરણા લઈ રહ્યા છે.ઈશ્વર પણ આવા પુણ્યકાર્યને જોઈને સમગ્ર રોટલા બેંકની ટીમ પર આશીર્વાદ વરસાવે તેવી ભાવના સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યુ
હતુ.

રિલેટેડ ન્યૂઝ