પોરબંદરના વિદ્યાર્થીઓને રોડ સેફટી અંગે અપાયુ માર્ગદર્શન

આર.ટી.ઓ. વિભાગ દ્વારા યાજ્ઞવલ્કય વિદ્યામંદિર ખાતે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો

પોરબંદરની યાજ્ઞવલ્કય વિદ્યા મંદિર સી.બી.એસ.ઇ. ઇંગ્લીશ મીડીયમ સ્કૂલમાં આર.ટી.ઓ. દ્વારા રોડ સેફટી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ.
શ્રીમતી દિવાળીબેન નાથાલાલ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત યાજ્ઞવલ્કય વિદ્યામંદિર સી.બી.એસ.ઇ. ઇંગ્લીશ મીડીયમ સ્કૂલ વનાણામાં ધોરણ 7 થી 12ના વિદ્યાર્થીઓને આર.ટી.ઓ. દ્વારા રોડ સેફટી અવેરનેસ ઉપર માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ.
આ કાર્યક્રમમાં અધિકારીઓ આર.ટી.ઓ. ઇન્સ્પેકટર પ્રદીપ કુરકુટીયા તથા એલ.આઇ.સી. ઇન્ડિયાના ડી.ઓ. અલ્પેશ જોષીએ વિદ્યાર્થીઓને ટ્રાફિક નિયમનોનુ પાલન કરવાનું મહત્વ સમજાવ્યું હતુ. તેમણે રોડ ક્રોસ કરવાની સાચી રીત,ટ્રાફીક સીગ્નલનું પાલન,ઝેબ્રા ક્રોસીંગનો ઉપયોગ, હેલ્મેટ અને સીટબેલ્ટનું મહત્વ, વાહન ચલાવતી વખતે મોબાઇલ ફોનનો ઉપયોગ ન કરવો તેમજ ઓવર સ્પીડીંગના જોખમો વિશે વિસ્તૃત માહિતી આપી હતી. વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક આ કાર્યક્રમમાં ભાગ લીધો અને માર્ગ સુરક્ષા અંગે જાગૃત બનવાની પ્રતિજ્ઞા લીધી હતી.
કાર્યક્રમના અંતે શાળાના આચાર્યએ આર.ટી.ઓ. વિભાગના અધિકારીઓનો આભાર વ્યકત કર્યો હતો. અને વિદ્યાર્થીઓને જીવનભર ટ્રાફિક નિયમોનું પાલન કરવાની અપીલ કરી હતી.

રિલેટેડ ન્યૂઝ