બટુક ભોજન કરવા ગયેલ બાળક ગુમ થતા પોલીસે શોધી કાઢયો

ઉદ્યોગનગર પોલીસની સરાહનીય કામગીરીને બિરદાવવામાં આવી

પોરબંદરના ઉદ્યોગનગર પોલીસમથકની હદમાં આવેલ બોખીરાના કે.કે.નગર વિસ્તારમાં બટુક ભોજન માટે ગયેલ બાળક ગુમ થતા પોલીસે શોધીને તેની માતાને સોંપી દેતા હૈયે ધરપત થઇ હતી.
જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચડાસમા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા પોરબંદર જિલ્લામાં ગુમ થયેલ બાળકોને શોધી કાઢવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવેલ હોય
જે અન્વયે પોરબંદર ગ્રામ્ય વિભાગના ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક ધ્રુવલ સુતરીયા તથા ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એમ.ડી.વાળાના માર્ગદર્શન હેઠળ ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં પ્રાથમિક હકીકતના આધારે ગુમ થયેલ સંજય કારાભાઇ સોલંકી ઉ.વ. 9 રહે. તુંબડા પોરબંદરવાળો સવારના 10 વાગ્યે પોતાના ઘરેથી બટુકભોજન માટે ગયો હતો અને ત્યારબાદ ઘરે પરત નહી ફરતા પરિવારજનો ચિંતાતુર થયા હતા અને પોલીસને રજૂઆત કરી હતી તેથી તેને શોધી કાઢવા માટે પોલીસ ઇન્સ્પેકટર એમ.ડી.વાળા તથા સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન હ્યુમન સોર્સ તથા ટેકનીકલની મદદથી પોરબંદર કે.કે.નગર વિસ્તારમાંથી ગુમ થયેલ બાળક સંજય કારાભાઇ સોલંકી ઉ.વ. 9 રહે. તુબંડા પોરબંદરવાળો મળી આવતા તેના પરિવારજનોને સોંપી પરત આપેલ હતો જેથી પરિવારે પોરબંદર પોલીસનો આભાર માનેલ હતો.
આ કામગીરી પી.આઇ. એમ.ડી.વાળા, એ.એસ. આઇ. ભાવીનભાઇ પ્રવીણભાઇ, હેડ કોન્સ્ટેબલ દેવેન્દ્રસિંહ ધીરુભા, વિજયસિંહ ભોજુભા તથા પોલીસ કોન્સ્ટેબલ વિજય જેન્તીલાલ, કનકસિંહ પરાક્રમસિંહ, ભૌતિક હરીભાઇ દ્વારા કરવામાં આવેલ છે.

રિલેટેડ ન્યૂઝ