પોરબંદર ભારતનું વૈશ્ર્વિક શીપ બિલ્ડીંગ હબ બનશે

ડબલ એન્જીન એવા રાજ્ય અને કેન્દ્રના કેબીનેટ મંત્રીઓએ નવી દિલ્હી ખાતે કેન્દ્રીય બંદરો, જહાજ પરિવહન અને જળમાર્ગ મંત્રી સાથે કરી ખાસ મુલાકાત: 27,500 કરોડનું મૂડી રોકાણ પોરબંદરના વિકાસ માટે માઇલસ્ટોન સાબિત થશે

પોરબંદરના કુછડી ખાતે શીપ બિલ્ડીંગ પ્રોજેકટ મંજૂર થયો છે ત્યારે કેન્દ્રીય જળપરિવહન મંત્રી સાથે અર્જુન મોઢવાડીયા અને મનસુખ માંડવીયાએ ચર્ચા કરી હતી.
આ મુલાકાત કેબિનેટ મંત્રી અને પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા દ્વારા કરવામાં આવી હતી દિલ્હી ખાતે ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી અને પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા દ્વારા મહત્વપૂર્ણ મુલાકાત કરવામાં આવી હતી.આ મુલાકાત દરમિયાન કેન્દ્રીય શ્રમ અને રોજગાર તેમજ યુવા બાબતો અને રમતગમત મંત્રી મનસુખ માંડવીયા સાથે સૌજન્ય મુલાકાત થઈ હતી.સાથે જ કેન્દ્રીય બંદરો, જહાજ પરિવહન અને જળમાર્ગ મંત્રી સરબનંદા સોનોવાલ પણ ઉપસ્થિત રહ્યા હતા.
કુછડીના પ્રોજેકટ અંગે ચર્ચા
મુલાકાત દરમિયાન પોરબંદર જિલ્લાના કુછડી ખાતે વિકસાવવામાં આવનારા ઇન્ટિગ્રેટેડ મેગા શિપ બિલ્ડિંગ પાર્ક -આઇ.એમ.એસ.પી. અંગે વિસ્તૃત અને રચનાત્મક ચર્ચા કરવામાં આવી હતી.
વૈશ્ર્વિક રોકાણ માટે રોડમેપ
આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ માટે વૈશ્ર્વિક સ્તરના રોકાણકારોને આકર્ષવા માટેની રણનીતિ પર ચર્ચા થઈ. પ્રોજેક્ટને આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ પર કેવી રીતે રજૂ કરવો તે અંગે વિચારવિમર્શ થયો હતો.
આંતરરાષ્ટ્રીય સહયોગ પર ભાર
આઇ.એમ.એસ.પી. ને સફળ બનાવવા માટે આંતરરાષ્ટ્રીય ભાગીદારીને પ્રોત્સાહન આપવા અને વિદેશી ટેકનોલોજી-નિષ્ણાતોને જોડવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.
વિશ્ર્વસ્તરીય ઇકોસિસ્ટમનું વિઝન
વિશ્ર્વસ્તરીય રોકાણનું સશક્ત ઇકોસિસ્ટમ ઊભું કરવા માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સ્કિલ ડેવલપમેન્ટ, લોજિસ્ટિક્સ અને સરળ નીતિઓ અંગે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થઈહતી.
27,500 કરોડનું સંભવિત રોકાણ
રૂા. 27,500 કરોડના સંભવિત મૂડીરોકાણ સાથે આ ઐતિહાસિક પ્રોજેક્ટ પોરબંદરના વિકાસ માટે માઇલસ્ટોન સાબિત થશે.
પોરબંદરને મળશે નવી ઓળખ
આ પ્રોજેક્ટથી પોરબંદરમાં હજારો યુવાનોને રોજગારી
મળશે. સ્થાનિક ઉદ્યોગો, અને એમ.એસ.એમ.ઇ. અને સહાયક ક્ષેત્રોને સીધો ફાયદો થશે.
ભારતનું વૈશ્ર્વિક શિપબિલ્ડિંગ હબ
આ પ્રોજેક્ટ ભારતને વૈશ્ર્વિક શિપબિલ્ડિંગ ક્ષેત્રમાં અગ્રણી સ્થાન અપાવવા માટે મજબૂત પાયો બનશે અને બ્લુ ઇકોનોમી ના વિઝનને વેગ આપશે.
કેન્દ્ર સરકારના સહકારની માંગ
અર્જુન મોઢવાડિયાએ બંને મંત્રીઓને આઇ.એમ. એસ.પી. પ્રોજેક્ટ માટે કેન્દ્ર સરકાર તરફથી ઝડપી મંજૂરી અને સંપૂર્ણ સહયોગની રજૂઆત કરી હતી.

રિલેટેડ ન્યૂઝ