પોરબંદરમાં મૈત્રી કરારથી રહેતી મહિલાને મિત્રએ માર્યો ધોકા- સાણસી વડે માર!

પતિ હત્યાના ગુનામાં 13 વર્ષથી રાજકોટની જેલમાં હોવાથી 12 વર્ષથી કર્યો હતો મૈત્રી કરાર: ચરિત્ર ઉપર શંકા કરીને હુમલો કર્યાનું જણાવ્યું

પોરબંદરમાં છેલ્લા બાર વખતે મૈત્રી કરારથી રહેતી મહિલા ને તેના મિત્રએ સાણસી અને ધોકા વડે માર મારતા પોલીસ ફરિયાદ દાખલ થઈ છે.
પોરબંદરના ખારવાવાડમાં આવેલ ગરબીચોક ખાતે રહેતા નીતાબેન ઉર્ફે જલેબી ડાયા ચૌહાણ નામની 42 વર્ષની મહિલાએ એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે 25 વર્ષ પહેલા તેના લગ્ન ડાયા ગોવિંદ ચૌહાણ સાથે થયા હતા. પતિ ડાયા ગોવિંદ છેલ્લા 13 વર્ષથી હત્યાના કેસમાં રાજકોટ જિલ્લા જેલમાં સજા કાપે છે. તેથી છેલ્લા 12 વર્ષથી ખારવાવાડમાં રહેતા મનોજ અશોક ટોડરમલ સાથે નીતા મૈત્રી કરારથી રહે છે. મનોજ અવારનવાર તેને મારકુટ કરતો હતો અને અન્ય વ્યક્તિ સાથે સંબંધ હોવાની શંકા રાખીને શારીરિક માનસિક ત્રાસ આપતો હતો.
વીસ દિવસ પહેલા મનોજે નીતાને માર માર્યો હતો અને ત્યારબાદ તે પોતાની માતાના ઘરે રહેવા ચાલ્યો ગયો હતો. મંગળવાર ચોથી ઓગસ્ટે બપોરે ત્રણેક વાગ્યે નીતા તેના ઘરે હતી ત્યારે મનોજ ટોડરમલ ત્યાં આવ્યો હતો અને ફરિયાદીને માર મારીને ગાળો બોલવા લાગ્યો હતો. ત્યારબાદ રસોડામાં રાખેલ મસાલા બનાવવાનો લાકડાનો ધોકો ઉપાડીને નીતાને મારી દીધો હતો. ત્યારબાદ સાણસી વડે ઇજા પહોંચાડી હતી આથી નીતાએ બુમાબૂમ કરતા પડોશમાં રહેતા જાનકીબેન અલ્પેશભાઈ તથા હંસાબેન આવી ગયા હતા અને વધુ માર મારતા બચાવી હતી. ત્યારબાદ ફરિયાદીની દીકરી દિવ્યા અને જમાઈ હાર્દિકને જાણ કરતા તેઓ પરીક્ષામાં ભાવસિંહ હોસ્પિટલ ખાતે સારવાર માટે નીતાબેન ને લઈ ગયા હતા અને ત્યાં તેમને દાખલ કરવામાં આવ્યા છે. જ્યાંથી તેણે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે મનોજ સાથે મૈત્રી કરારથી તે રહેતી હતી પરંતુ ચરિત્ર ઉપર શંકા વહેમ અવારનવાર કરતો હતો અને તેથી જ માર માર્યો છે. તેથી પોલીસે આ બનાવમાં આગળની તપાસ હાથ ધરી છે.

રિલેટેડ ન્યૂઝ