રાઇડસ ફીટીંગ માટે પૂરતો સમય આપવા અને લાયસન્સ મેળાના બે દિવસ પહેલા મળી જાય તેવી થઇ માંગણી
પોરબંદરમાં જન્માષ્ટમીના મેળાની ઉજવણી માટે તંત્ર કટિબધ્ધ છે પરંતુ વરસાદ વરસ્યો નથી તેથી દુષ્કાળ જેવી પરિસ્થિતિમાં જો મેળો રદ થાય તો ધંધાર્થીઓને 100% રીફંડ આપવાની માંગણી સાથે કમિશ્ર્નરને રજૂઆત થઇ છે.
પોરબંદરના ધંધાર્થીઓએ પાઠવેલા પત્રમાં જણાવ્યુ છે કે અમો પોરબંદરના સ્થાનિક રાઇડધારક મેળામાં 15 થી 20 વર્ષથી મેળામાં આયોજન કરીએ છીએ. અમારી એક અરજ છે કે જગ્યાની ફાળવણી વહેલી તકે થાય અને વહેલુ લાયસન્સની પરમીશન મેળાના બે દિવસ પહેલા મળી જાય તો અમને પ્લોટધારકોને નુકશાન નહી થાય અને મેળાના પહેલા દિવસે સવારના મેળો ચાલુ થઇ જાય તેવી અરજ છે. અમારી અપીલ છે કે મોટા યાંત્રિક રાઇડસોના પ્લોટની બાજુમાં જે જગ્યા રાઇડ ફીટીંગ કરીને વધે છે તેમાં નાના બાળકોના હાથથી ચાલે તેવા ચકડોળ ફીટીંગ કરવા માટે આવે છે.
અમારી અપીલ છેકે પ્લોટની હરરાજી થઇ જાય અને તેના એક બે દિવસમાં પ્લોટની માપણી કરી અને જગ્યા ફાળવવામાં આવે અને અમે રાત્રિના ચકડોળ ફીટીંગ કરતા હોય કે કોઇ બીજો અકસ્માત ન થાય તે માટે લાઇટની સુવિધા કરી આપવામાં આવે તેવી અરજ છે.
અમો પોરબંદરના સ્થાનિક રાઇડધારકો છીએ. અમે નાના અને મધ્યમ વર્ગના છીએ. અમે પ્લોટધારકો હરરાજીમાં ઉંચી બોલી કરીને પ્લોટ લઇએ છીએ અને અમે ઘરેણા મૂકીને લોન લઇએ છીએ. તેથી અમારી એવી અરજ છે કેકોઇ કુદરતી આફત કે વરસાદની સંભાવનાના કારણે કે જે કોઇ અન્ય કારણે મેળો બંધ કરવામાં આવે તો અમોને 100% રીફંડ આપવામાં આવે તેથી અમને ગરીબ અને મધ્યમ વર્ગને કોઇ નુકશાન ના આવે. મોટી રાઇડના ભાવ રૂા. 50 ફીકસ રાખવામાં આવે. ગયા વર્ષે 2025ના લોકમેળામાં ટીકીટના ભાવ ફીકસ નહોતા તેથી નાના-મોટા ટીકીટના દર ફીકસ રાખવામાં આવે તેવી અપીલ છે.
