10 દિવસ પહેલા 2 લાખ 70 હજાર 500ના પાંચ પેકેટ ભરેલો થેલો મુકયાની યુવાને કરી કબુલાત
પોરબંદર નજીકના કાંટેલા ગામે બંધ મકાનના ફળિયામાં ગાંજો મૂકી જનાર શખ્શની પોલીસે ધરપકડ કરી છે.
દસ દિવસ પહેલા કાંટેલાના ઘેલાભાઇ ટપુભાઇ વિકમાએ પોલીસને એવી જાણ કરી હતી કે તે અઠવાડીયા માટે રાજકોટ ગયા હતા અને પરત આવ્યા ત્યારે તેના ફળિયામાં એક બેગ શંકાસ્પદ હાલતમાં મળી છે જેથી પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરીને સ્નીફર ડોગને બોલાવીને તથા એફ.એસ.એલ. અધિકારીને સાથે રાખી થેલો
ખોલતા 2 લાખ 70 હજાર 500ની કિંમતનો 410 ગ્રામ વજન ધરાવતા ગાંજાના પાંચ પેકેટ મળી આવ્યા હતા જેથી પોલીસે અજાણ્યા ઇસમ
સામે ગુન્હો નોંધીને તપાસ હાથ ધરી હતી.
એલ.સી.બી.ના ઇન્ચાર્જ ઇન્સ્પેકટર આર.કે.કાબંરીયાના માર્ગદર્શન હેઠળ ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે હેડ કોન્સ્ટેબલ જીતુભાઇ દાસા અને કોન્સ્ટેબલ અજય ચૌહાણને એવી માહિતી મળી હતી કે કાંટેલા ગામે જોગમાયા હોટલ વાળીગલીમાઁ રહેતા 21 વર્ષના જય ઉર્ફે જયુ વિપુલ ગોરસેરાએ ગાંજો અહીંયા છુપાવ્યો હતો તેથી પોલીસે જય વિપુલ ગોરસેરાને કાંટેલાના બસ સ્ટેશન પાસેથી પકડીને પૂછપરછ માટે બોલાવતા તેણે એવી કબુલાત આપી હતી કે આ ગાંજો તેણે છુપાવ્યો છે તેથી તેની વિધિવત ધરપકડ કરીને મીયાણી મરીન પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો.
આ કામગીરીમાં એલ.સી.બી. ઇન્ચાર્જ પી.આઇ. આર.કે.કાંબરીયા, એ.એસ.આઇ. બટુકભાઇ વિંઝુડા, રાજેન્દ્રભાઇ જોષી, ઉદયભાઇ વરૂ, રણજીતસિંહ દયાતર, ગોવિંદભાઇ મકવાણા, મુકેશભાઇ માવદીયા, કુલદીપસિંહ જાડેજા હેડ કોન્સ્ટેબલ હિમાંશુભાઇ મકકકા, ઉપેન્દ્રસિંહ જાડેજા, લક્ષ્મણભાઇ ઓડેદરા, જીતુભાઇ દાસા, વિરેન્દ્રસિંહ પરમાર, તથા પોલીસ કોન્સ્ટેબલ નટવરભાઇ ઓડેદરા, અજયભાઇ ચૌહાણ તથા ડ્રાઇવર પોલીસ કોન્સ્ટેબલ રોહિતભાઇ વસાવા રોકાયેલા હતા.
