સ્નીફર ડોગ આરોપીના ઘરે ગયો નહી હોવાથી તથા સી.સી.ટી.વી. ફૂટેજના પુરાવા નહી હોવાથી ખોટી રીતે ફીટ કર્યાની થઇ દલીલ
કાંટેલા ગામે બંધ મકાનમાં ગાંજો મૂકવાના ગુન્હામાં આરોપીને શરતી જામીન મળ્યા છે. સ્નીફર ડોગ આરોપીના ઘરે ગયો નહી હોવાથી તથા સી.સી.ટી.વી. ફૂટેજના પુરાવા નહી હોવાથી ખોટી રીતે ફીટ કર્યાની દલીલ થઇ હતી.
ભારતમાં ધીરે ધીરે યુવાનોમાં નશાની લત લાગતી જતી હોય જેમાં સીગરેટ, તમાકુ તથા માદક પદાર્થોનું સેવન વધતુ જતુ હોય ત્યારે પોરબંદર તાલુકાના સાવ નાના એવા કાંટેલા ગામના માત્ર 21 વર્ષના યુવા જય વિપુલભાઇ ગોરસેરા સામે મીયાણી મરીન પોલીસ સ્ટેશનમાં પાંચ કિલો ગાંજો કોઇના બંધ મકાનમાં સંતાડેલ હોવા સબંધેનો ગુન્હો દાખલ થયેલો હતો અને ફરીયાદની વિગત મુજબ કાંટેલા ગામે વસવાટ કરતા ઘેલાભાઇ ટપુભાઇ વિકમા કે જે બહારગામ ગયેલા હોય અને તેઓની ગેરહાજરીમાં કોઇ અજાણી વ્યક્તિ તેના મકાનની બાથરૂમની બાજુમાં પાંચ અલગ અલગ પેકેટો કે જેમા પાંદડા, ડાળખા અને બીજ વગેરે ભરેલા હોય અને
તે સબંધે પોલીસને જાણ કરતા
પોલીસે તેની બજાર કિંમત રૂા. 2,70,500નો મુદામાલ કબ્જે કરેલો હતો. અને ત્યારબાદ તપાસ કરતા આ પેકેટ જય ગોરસેરાએ મુકેલ હોવાનું પોલીસ તપાસમાં ખૂલતા અને તેના આધારે તેની ધરપકડ કરી કોર્ટમાં રજુ કરતા કોર્ટે અગાઉ રીમાન્ડ નામંજૂર કરેલા હતા. અને જેલ હવાલે કરેલો હોય અને જેલમાંથી જ તેઓએ તેમના એડવોકેટ ભરતભાઇ લાખાણી મારફતે જામીન અરજી કરતા અને તે સંદર્ભે વિગતવાર દલીલો થતા અને જેમાં મળી આવેલ ગાંજો બીનવારસુ મળેલ હોય એટલુ જ નહી આવો ગાંજો તા.6-8-2026ના રોજ મળેલો હોય જ્યારે આરોપીની ધરપકડ તા. 18-8-2026ના રોજ થયેલ છે. અને તે રીતે 12 દિવસ પછી ધરપકડ કરેલી હોય એટલુ જ નહી પોલીસે સ્થળ ઉપર નાર્કોટીક સ્નીફર ડોગ પણ બોલાવેલો હોય પરંતુ તેઓએ પણ આરોપીના ઘરે ગયેલ હોય તેવુ બનેલ ન હોય, કોઇ સી.સી.ટી.વી. ફૂટેજ ન હોય તેમજ ભૂતકાળમાં આવા કોઇ ગુન્હા કે, અન્ય કોઇ ગુન્હા આરોપી સામે નોંધાયેલ ન હોય અને તે રીતે પોલીસ દ્વારા ખોટી રીતે શંકાના આધારે આરોપીની ધરપકડ કરેલી હોય અને આરોપી 21 વર્ષનો યુવાન હોય અને જેલમાં રાખવાથી અન્ય કેદીઓની સાથે રહેવાથી સંગતફેર થઇ શકે તેમ હોય અને તે રીતે જામીન ઉપર છોડવાની વિગતવાર દલીલો કરતા નવનિયુકત એડીશ્ર્નલ ડિસ્ટ્રીકટ જજ પટેલ દ્વારા કાયદાકીય જોગવાઇઓ પોલીસ એફીડેવીટ તથા એડવોકેટની દલીલો ધ્યાને રાખી આરોપી જય ગોરસેરા ને જામીન ઉપર મુકત કરવાનો હુકમ કરેલ છે .આ કામમાં આરોપી વતી પોરબંદરના જાણીતા એડવોકેટ દીપકભાઇ બી. લાખાણી, ભરતભાઇ બી. લાખાણી, હેમાંગ ડી. લાખાણી, અનિલ ડી. સુરાણી, જીતેન સોનીગ્રા, જયેશ બારોટ, નવઘણ જાડેજા, ભુમી વરવાડીયા, ચાંદની મદલાણી, ભાવના પારધી અને સહાયક તરીકે નિલેશ એમ. પરમાર રોકાયેલા હતા.
