પોરબંદરમાં 1 કરોડનો દારૂ ઘુસાડવાના ગુન્હામાં વોન્ટેડ શખ્સ ઝડપાયો

લોકલ ક્રાઇમ બ્રાન્ચે પાસ્તરડી ગામના બુટલેગરને બાવળવાવ ગામના પાટીયા પાસે દબોચ્યો

નવીબંદર મરીન પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનની કલમ મુજબના ગુન્હાના આરોપી બાલુ ટપુભાઇ મોરી ટાટા કંપનીનો ટ્રકમાં કિ.રૂા.15,00,000 વાળામાં ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની-મોટી બોટલો નંગ 25,560 કિ. રૂા. 1,00,30,872 મળી કુલ કિ. રૂા. 1,15,49,872નો મુદ્ામાલ સાથે સ્થળ પરથી પકડાઇ જતા ગુન્હો રજીસ્ટર થયેલ અને મજકુર આરોપીની પૂછપરછ દરમ્યાન આરોપી પાસ્તરડીના ખીમા મેસુરભાઇ કોડીયાતર વગેરે આરોપીઓના નામ ખુલવા પામેલ છે.
જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના કરેલ હોય. જે અન્વયે એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર આર. કે. કાંબરીયાની રાહબરી હેઠળ એલ.સી.બી. સ્ટાફના એ.એસ.આઇ. ઉદયભાઇ વરૂ તથા હેડ કોન્સ્ટેબલ હિમાંશુભાઇ મકકા તથા પોલીસ કોન્સ્ટેબલ નટવરભાઇ ઓડેદરાને મળેલ હકીકતના આધારે ઉપરોકત ગુન્હામાં લાલશાહીથી નાસતા ફરતા આરોપી પાસ્તરડી ગામ વાડી વિસ્તારના ખીમા મેસુર કોડીયાતર ઉ.વ. 28ને બાવળવાવ ગામના પાટીયા પાસેથી પકડી પાડી ધોરણસરની અટક કરી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે.
આ કામગીરીમાં એલ.સી.બી. ઇન્ચાર્જ પી.આઇ. આર.કે.કાંબરીયા તથા એ.એસ.આઇ. બટુકભાઇ વિંઝુડા, રાજેન્દ્રભાઇ જોષી, ઉદયભાઇ વરૂ, રણજીતસિંહ દયાતર, ગોવિંદભાઇ મકવાણા, મુકેશભાઇ માવદીયા, કુલદીપસિંહ જાડેજા, હેડ કોન્સ્ટેબલ હીમાંશુભાઇ મકકા, ઉપેન્દ્રસિંહ જાડેજા, લક્ષ્મણભાઇ ઓડેદરા, જીતુભાઇ દાસા, વિરેન્દ્રસિંહ પરમાર તથા પોલીસ કોન્સ્ટેબલ નટવરભાઇ ઓડેદરા, અજયભાઇ ચૌહાણ તથા ડ્રાયવર પોલીસ કોન્સ્ટેબલ જગમાલભાઇ ભારવાડીયા વગેરે રોકાયેલા હતા.

પકડાયેલો શખ્સ ચાર ગુન્હામાં વોન્ટેડ
પોરબંદર એલ.સી.બી.ની ટીમે પકડી પાડેલ ખીમા મેસુર કોડીયાતરની ગુન્હાહિત હિસ્ટ્રી તપાસતા તે ચાર ગુન્હાઓમાં વોન્ટેડ હોવાનું જાણવા મળ્યુ છે. 1 કરોડનો દારૂ ઘુસાડવાના ગુન્હામાં પકડી પડાયેલ ખીમાની સામે મોરબીના વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં વર્ષ 2026માં દારૂનો ગુન્હો નોંધાયો છે તો નવસારી જિલ્લા રૂરલ પોલીસ સ્ટેશનમાં પણ વર્ષ 2026માં દારૂનો ગુન્હો નોંધાઇ ચૂકયો છે. જામનગર જિલ્લાના જામજોધપુર પોલીસ સ્ટેશનમાં વર્ષ 2026માં ખીમા વિરૂધ્ધ દારૂનો ગુન્હો નોંધાયો છે તેથી આ તમામ ગુન્હામાં તે વોન્ટેડ હતો અને પોલીસે તેની આગળની પૂછપરછ હાથ ધરી છે.

રિલેટેડ ન્યૂઝ