પોરબંદર મહાનગરપાલિકાએ 15 સમિતિઓની કરી નિમણુંક

અઢી વર્ષ માટે વિવિધ સમિતિના અધ્યક્ષ ઉપાધ્યક્ષ અને સભ્યોની નિયુક્તિ કરવામાં આવી

પોરબંદર મહાનગરપાલિકાના તંત્રએ સામાન્ય સભામાં અઢી વર્ષ માટે 15 સમિતિઓની નિમણુંક કરી છે.
પોરબંદર મહાનગરપાલિકાના સભાખંડ ખાતે મેયર સાગરભાઈ મોદીના અધ્યક્ષસ્થાને ખાસ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.સભામાં ગત સામાન્ય સભાના ઠરાવો અંગેની કાર્યવાહી નોંધને બહાલી આપવામાં આવી હતી. મહાનગરપાલિકાની જનરલ બોર્ડની ખાસ સભામાં આગામી અઢી વર્ષના કાર્યકાળ માટે વિવિધ 15 સમિતિઓની નિમણુક કરવામાં આવી હતી. જેમાં પબ્લિક વર્કસ, વોટર વર્કસ, સેનિટેશન, લાઈટ, શહેરી ગરીબી સમાજ કલ્યાણ, સ્લમ અપગ્રેડેશન (હાઉસિંગ), ટાઉન પ્લાનિંગ, ગાર્ડન, ડ્રેનેજ, વાહન, લીગલ, રમત-ગમત અને સાંસ્કૃતિક, શિક્ષણ, આરોગ્ય તેમજ સ્ટાફ સિલેક્શન સમિતિનો સમાવેશ થાય છે. દરેક સમિતિમાં પાંચ સભ્યો ઉપરાંત અધ્યક્ષની નિયુક્તિ કરવામાં આવી હતી. મ્યુનિસિપલ કમિશ્નર ટી.સી. તીરથાણીને મળેલ સત્તાના અનુસંધાને ખાસ સમિતિઓની નિમણુક અંગેની જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી. વિવિધ સમિતિઓના અધ્યક્ષ તરીકે પબ્લિક વર્કસ સમિતિમાં અફઝલભાઈ અફીણી, વોટર વર્કસ સમિતિમાં લખનભાઈ મોઢવાડિયા, સેનિટેશન સમિતિમાં વનરાજભાઈ કેશવાલા, લાઈટ સમિતિમાં નિરવભાઈ દવે, સામાજિક ન્યાય સમિતિમાં યોગેશભાઈ પુનાણી, સ્લમ અપગ્રેડેશન સમિતિમાં મીતાબેન જોષી, ટાઉન પ્લાનિંગ સમિતિમાં અજયભાઈ બાપોદરા, ગાર્ડન સમિતિમાં આશાબેન સોલંકી, ડ્રેનેજ સમિતિમાં પ્રતાપભાઈ ઓડેદરા, વાહન સમિતિમાં રેખાબેન શીંગરખિયા, લીગલ સમિતિમાં રાહુલભાઈ ચુડાસમા, રમત-ગમત અને સાંસ્કૃતિક સમિતિમાં અજયભાઈ બોખીરીયા, શિક્ષણ સમિતિમાં વિશાલભાઈ મોતીવરસ, આરોગ્ય સમિતિમાં મિલનભાઈ મસાણી તેમજ સ્ટાફ સિલેક્શન સમિતિના અધ્યક્ષ તરીકે સાગરભાઈ મોદીની નિમણુક કરવામાં આવી હતી.આમ, પોરબંદર મહાનગરપાલિકાની વિવિધ 15 સમિતિઓની રચના સાથે આગામી અઢી વર્ષ માટે અધ્યક્ષો અને સભ્યોની નિયુક્તિ કરવામાં આવી હતી.

રિલેટેડ ન્યૂઝ