દારૂ પીધેલી હાલતમાં, ઓવરસ્પીડમાં વાહન ચલાવવા સહિત ટ્રાફિકને અડચણરૂપ વાહન પાર્ક કરનારાઓ સામે થઇ એફ.આઇ.આર.
પોરબંદર જિલ્લામાં ટ્રાફિક નિયમનો ભંગ કરનારા પોણો ડઝન વાહનચાલકો સામે કાર્યવાહી થઇ છે. તથા દારૂ પીધેલી હાલતમાં, ઓવરસ્પીડમાં વાહન ચલાવવા સહિત ટ્રાફિકને અડચણરૂપ વાહન પાર્ક કરનારાઓ સામે એફ.આઇ.આર. થઇ છે.
પોરબંદરની જી.આઇ.ડી.સી.ના રેસીડેન્શીયલ વિસ્તારમાં રહેતા દીપક ઉર્ફે દિલીપ કારા ઓડેદરાને આશાપુરા ચોકમાંથી નશાની હાલતમાં કાર ચલાવતા પકડી લીધો હતો. રાણાવાવના સ્ટેશનપ્લોટના બીપીન જયેશ વાઘેલાને ફેકટરીના ગેટ પાસેથી ફૂલસ્પીડે બાઇક ચલાવતા પકડી લીધો હતો. દેગામના ભરત ભોજા ખરા અને નટવર નગરના ભોજા સામત ગોઢાણીયાએ ટ્રક અને મોટરસાયકલ બગવદરના ચાર રસ્તે ટ્રાફિકને અડચણરૂપ પાર્ક કરતા કાર્યવાહી થઇ હતી.
કલ્યાણપુરના જામ દેવળીયા ગામના પોપટ રાયમલ મોરીએ બગવદરના ચાર રસ્તે ફૂલસ્પીડે ટ્રક ચલાવતા નીકળ્યો ત્યારે પકડી પાડયો હતો. રાણપરના કારા રાજા મોરીને બગવદરના રાંદલ મંદિર પાસેથી ફૂલસ્પીડે ટ્રક ચલાવતા પકડી લેવાયો હતો.
જ્યુબેલીના હાથી કેમિકલ વિસ્તારમાં રહેતા રાજુ ભીમા ડાભીને નશાની હાલતમાં રીક્ષા ચલાવતા પકડી લેવાયો હતો. ગીતાનગરના ગેટ નં. 1 પાસે રહેતા દેવશી દેવા ખૂંટીને પીધેલી હાલતમાં બાઇક ચલાવતા ઉદ્યોગનગર રેલ્વેફાટકથી આશાપુરા ચોક તરફ જતા રસ્તેથી પકડી પાડયો હતો. મૂળ માધવપુરના રમેશ પાંચા માવદીયાને છકડો રીક્ષામાં લોખંડના સળીયા બાંધીને માનવ જિંદગી જોખમાય તે રીતે ચલાવતા માધવપુરના બાપા સીતારામના મંદિર પાસેથી પકડી લીધો હતો.
