પ્રોજેકટ શિક્ષાના વિદ્યાર્થીઓ માટે યોજાઇ બોકસ ક્રિકેટ ટુર્નામેન્ટ

આર્થિક રીતે નબળા પરિવારના બાળકોને સારુ શિક્ષણ મળી રહે તે માટે ચાલી રહેલા પ્રોેજેકટના છાત્ર-છાત્રાઓએ રમતગમતમાં પણ દાખવ્યુ જબરુ પ્રદર્શન: શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ખેલાડીઓને શૈક્ષણિક કીટ આપી બિરદાવાયા

પોરબંદરમાં પ્રોજેકટ શિક્ષાના વિદ્યાર્થીઓ માટે બોકસ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઇ હતી.
જરૂરિયાતમંદ અને આર્થિક રીતે નબળા પરિવારોના બાળકોને સારુ શિક્ષણ મળી રહે તેવા હેતુથી વિદ્યાર્થી નેતા કિશન રાઠોડ દ્વારા શરૂ કરવામાં આવેલી પ્રોજેક્ટ શિક્ષા પહેલ અંતર્ગત પટેલ એકેડમીમાં કોચિંગ લેનાર વિદ્યાર્થીઓ માટે પ્રોજેક્ટ શિક્ષા કપ-2026 બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.
શિક્ષણની સાથે- સાથે વિધાર્થીઓમાં સર્વાંગી વિકાસ વિકસે તેમજ તેમનામાં સ્પર્ધાત્મક ભાવનાઓ જાગે નેતૃત્વે વિકસે તેમજ ટીમવર્ક સાથે પોતાની ટીમને કેવી રીતે જીત અપાવી શકે તેવી ભાવનાથી આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં વિધાર્થીઓ અને વિધાર્થીનીઓ બન્ને એ ઉત્સાહભેર ભાગ લીધો હતો.ટુ્નામેન્ટમાં પ્રોજેક્ટ શિક્ષાના વિધાર્થીઓની 8 ટીમો વચ્ચે રોમાચક મેચો યોજાઇ હતી.વિધાર્થીની બહેનોએ પણ ઉત્સાહભેર આ ટુર્નામેન્ટમાં ભાગ લઇને પોતાની રમત પ્રત્યે શાનદાર પ્રદર્શન કર્યુ હતુ.ટુર્નામેન્ટમાં આત્મવિશ્ર્વાસ સાથે રમત રમીને પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યુ હતું.આ સાથે વિધાર્થી નેતા કિશન રાઠોડે જણાવ્યું છે કે તક અને યોગ્ય પ્રોત્સાહન મળે તો વિધાર્થીની બહેનો પણ વિધાર્થીઓ ભાઇઓ કરતા કોઇ ક્ષેત્રમાં પાછળ રહી શકે નહિ સાથે કોઇ પણ ક્ષેત્રમાં પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપી શકે છે.
આ ટુર્નામેન્ટમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા ખેલાડીઓને મેન ઓફ મેચ તરીકે શિક્ષણ કિટ આપવામાં આવી હતી. શિક્ષણ કિટ આપવાનો હેતુ માત્ર તેમને પ્રોત્સાહિત કરવાની કે ઇનામ આપવાનો નહીં પરંતુ તેમને અભ્યાસ પ્રત્યે વધુ પ્રેરિત કરવાનો હતો.વિધાર્થીઓ સાથે ટીમના સભ્ય તરીકે પ્રોજેક્ટ શિક્ષા હેઠળ પટેલ એકેડમીમાં કોચિંગ કરાવતાં શિક્ષકો પણ એક પ્લેયર બનીને વિધાર્થીઓની ક્રિકેટ ટીમના ખેલાડી તરીકે તેમની ટીમમાં જોડાયા હતા.
આ ટુર્નામેન્ટમાં રામદેવભાઇ મોઢવાડિયાની ખાસ ઉપસ્થિતિ રહી હતી તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે રમતગમતનું મેદાન હોય કે શિક્ષણનું ક્ષેત્ર દરેક બાળકને આગળ વધવાની તક મળવી જોઇએ.
વિધાર્થી નેતા કિશન રાઠોડની જરૂરિયાતમંદ બાળકો માટેની પ્રોજેક્ટ શિક્ષાની પહેલ અને પટેલ એકેડમીના પ્રો.ધવલભાઇના અભિગમને બિરદાવવામાં આવ્યા હતા. સાથે ટુર્નામેન્ટમાં ઉપસ્થિત મહેમાનો પ્રો.વાઘેલા, લાખણશીભાઇ ગોરાણીયા, માલદેભાઇ મોઢવાડિયા, કોર્પોરેટર વજુભાઇ પુનાણી સાથે યુવા લખનભાઇ જાડેજા, લીલાભાઇ મોઢવાડિયા માલધારી સમાજના આગેવાન મેરૂભાઇ સિંધલ સહિત આગેવાનો ઉપસ્થિતિ રહીને ખુંબ સુંદર અને સરાહનીય વિધાર્થીઓ માટેના આ આયોજનને બિરદાવ્યું હતુ પ્રોજેક્ટ શિક્ષા કપ-2026 વિજેતા ટીમને તેમજ ઉપ વિજેતા ટીમને ટ્રોફી આપી મહેમાનો દ્વારા પ્રોત્સાહિત કરી માર્ગદર્શન અપાયું હતુ.

રિલેટેડ ન્યૂઝ