બી.એસ.સી. નર્સિંગમાં શ્રેષ્ઠ પરિણામ લાવનારી વિદ્યાર્થીનીઓને બિરદાવવામાં આવી: શાસ્ત્રી સ્વામી શ્રીહરિ પ્રકાશદાસજી અને શાસ્ત્રી સ્વામી શ્રી ભાનુપ્રકાશદાસજીએ પાઠવ્યા રૂડા આશીર્વાદ
પોરબંદરના છાયામાં આવેલી સ્વામિનારાયણ ગુરૂકુળ નર્સિંગ કોલેજનું સેમ-385% પરિણામ જાહેર થયું છે.
પોરબંદર જિલ્લાના છાયા ખાતે આવેલીશ્રીસ્વામિનારાયણ આર.પી. બદિયાણી એન્ડ એસ.આર. બદિયાણી ઈન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગનું ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જુનાગઢ દ્વારા મે-2024માં લેવામાં આવેલીબી.એસસી. નર્સિંગ ત્રીજા સેમેસ્ટરની પરીક્ષાનું85.3%જેટલું ઉત્કૃષ્ટ પરિણામ જાહેર થયું છે. ભારતીય નર્સિંગ કાઉન્સિલ, નવી દિલ્હી, ગુજરાત નર્સિંગ કાઉન્સિલ, અમદાવાદ તથા ગુજરાત સરકાર દ્વારા માન્ય આ સંસ્થા વર્ષ 2017થી પોરબંદર જિલ્લામાં પરામેડિકલ નર્સિંગના શિક્ષણ ક્ષેત્રે કાર્યરત રહીને વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર શિક્ષણ અને ઉત્તમ પરિણામ માટે સતત પ્રયત્નશીલ છે.આ પરીક્ષામાંકસ્તા દીયા પ્રતાપે 67%ગુણ મેળવી પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. જ્યારેઓડેદરા અંજલી દિલીપભાઈ અને શિંગરખીયા નંદીની રમેશભાઈએ 66%ગુણ મેળવી સંયુક્ત રીતે દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે. તેમજચામડિયા કૃતિકા પ્રભુભાઈ, ગઢવાણા ખુશ્બુ રમેશભાઈ, કરમુર પૂજાબેન પાલાભાઈ અને ઓડેદરા ઉર્વશી મનીષભાઈએ 65.60%ગુણ મેળવી સંયુક્ત રીતે તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે.વિદ્યાર્થીઓની આ સિદ્ધિ બદલ સમગ્ર ગુરૂકુલ શૈક્ષણિક સંકુલમાં આનંદની લાગણી પ્રસરી છે. વિદ્યાર્થીઓની આ જ્વલંત સફળતાને બિરદાવતાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ શૈક્ષણિક સંકુલના અધ્યક્ષશાસ્ત્રી સ્વામી શ્રીહરિપ્રકાશદાસજી, મેનેજિંગ ટ્રસ્ટીશાસ્ત્રી સ્વામી શ્રી ભાનુપ્રકાશદાસજી, સ્વામી ધર્મતનયદાસજી, ટ્રસ્ટી હરસુખભાઈ બુદ્ધદેવ, ટ્રસ્ટી પદુભાઈ રાયચુરા, નર્સિંગ કોલેજના મુખ્ય દાતા અવિનાશભાઈ બદિયાણીતથા સંસ્થાની ગતિ-પ્રગતિ માટે સતત ચિંતન અને માર્ગદર્શન આપનાર દાતા તથા ગુરૂકુલ સંસ્થાના પેટ્રોન ટ્રસ્ટી દીપકભાઈ ડી. જટાણીયા, લંડન-યુનાઇટેડ કિંગડમસહિત દેશ-વિદેશના દાતાશ્રીઓએ વિદ્યાર્થીઓને આશીર્વાદ અને શુભેચ્છા પાઠવી હતી. સાથે જ નર્સિંગ કોલેજના ડાયરેક્ટર અરવિંદભાઈ રાજ્યગુરૂ, કેતનભાઈ ધડુક, શૈલેષભાઈ ધડુક, નર્સિંગ કોલેજના આચાર્યહાથલીયા અઝીઝ્ઝા, વરિષ્ઠ અધ્યાપિકાઓડેદરા શીતલ, અગ્રાવત હાર્દિકાસહિત સમગ્ર અધ્યાપકગણની મહેનતને પણ બિરદાવવામાં આવી હતી.નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓની આ સફળતાને બિરદાવતાં ગુરૂકુલ શૈક્ષણિક સંકુલની વિવિધ સંસ્થાઓના આચાર્ય-આચાર્યાઓ તથા અધ્યાપકોએ પણ અભિનંદન પાઠવ્યા હતા. જેમાં કાયદા મહાવિદ્યાલયના આચાર્યડો. વિજયસિંહ સોઢા, બી.બી.એ. મહાવિદ્યાલયના આચાર્ય
કિશનભાઈ દત્તાણી, એમ.બી.એ. મહાવિદ્યાલયના ડાયરેક્ટરડો. પ્રશાંત વિશ્વાસ ચેટરજી, સહયોગી પ્રો.ડો. પંકિલ સોલંકી, બી.સી.એ. મહાવિદ્યાલયના આચાર્યડો. પાયલબેન મશરૂ, અંગ્રેજી માધ્યમ શાળાના આચાર્યઅર્ચનાબેન થાનકી, હાઈસ્કૂલના આચાર્યડો.કેતનભાઈ મોનાણી, રાણાવાવ શાળાના આચાર્યપૂજાબેન કોટેચા, માધ્યમિક શાળાના આચાર્યભૂમિકાબેન ચાવડા, અંગ્રેજી માધ્યમ માધ્યમિક શાળાના આચાર્યજયેશભાઈ બામણીયા, પ્રાથમિક શાળાના આચાર્યભાવનાબેન જોશીતથા ગુરુકુલ શૈક્ષણિક સંકુલના તમામ અધ્યાપકોએ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી તેમની ઉજ્જવળ કારકિર્દી માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી.
