વિશાળ સંખ્યામાં હરિભકત ભાઇ-બહેનોએ લીધો લાભ: 31 દિવસ દરમ્યાન શ્રી ઘનશ્યામ પ્રભુને હૈયાના હેતથી ઝુલાવાયા
પોરબંદરનાં શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિરમાં શ્રી હિંડોળા સમાપન મહોત્સવ માં ભાવિક હરિભક્ત ભાઈ -બહેનો ભાવવિભોર બન્યા હતા.
આપણી ભારતીય સંસ્કૃતિમાં શ્રી હિંડોળા મહોત્સવ સૌથી વધુ દિવસો સુધી ચાલતો પાવન ઉત્સવ છે. અષાઢ વદ બીજથી શરૂ થયેલ હિંડોળા મહોત્સવ માં ભાવિક ભક્તજનો બાળસ્વરૂપ શ્રી ઘનશ્યામપ્રભુને હૈયાંનાં હેતથી ઝૂલાવી, લાડ લડાવી, રિઝવવા પ્રયત્ન કરી ધન્યતા અનુભવે છે. છેલ્લા 31દિવસથી મંદિર માં યોજાયેલ હિંડોળાને કલાત્મક, મનભાવન નિતનવીન રીતે ,શણગારવા માટે ટ્રસ્ટી ગણનાં ધીરેનભાઈ કામદાર, વનરાજસિંહ જાડેજા, પરેશભાઈ દવે, રાજેન્દ્ર ભાઈ સોલંકી, તુષાર ભાઈ જોશી અને ભગવાનજીભાઈ જોશીનાં માર્ગદર્શનથી યુવા ટીમ નિ:સ્વાર્થ ભાવે સેવા ભક્તિ કરી હતી. તમામ સત્સંગીઓનાં પૂર્ણ સહયોગ થી હિંડોળા મહોત્સવ સંપન્ન થયો. 60થી પણ વધારે હરિભક્ત ભાઈ-બહેનોએ હિંડોળાનાં યજમાન બન્યા હતાં.
કામદાર પરિવારનાં સૌજન્યથી સુવર્ણનાં વસ્ત્રો અને અલંકારો બાલુડા ઘનશ્યામને અર્પણ થયાં હતાં. દરરોજ યજમાન પરિવારોનાં હસ્તે સંધ્યા આરતી કરવામાં આવતી હતી. અને બહેનોનાં સત્સંગ મંડળે હિંડોળાનાં પદો, કીર્તનો અને પ્રાર્થનાનું સમૂહગાન કરી ધન્યતા અનુભવી હતી. ચાતુર્માસ નિમિતે પ્રત્યેક એકાદશી એ વિશેષ ધૂન, કિર્તન, સંકિર્તન, અને એકાદશી પદોની, હિંડોળાનાં પદોની સંગીતમય રજુઆત થાય છે. હિંડોળા મહોત્સવ ની બન્ને એકાદશીએ કિર્તન મંડળીનાં હરજીભાઇ મહેતા, અશ્ર્વિનભાઇ મકવાણા, સતિષભાઈ મકવાણા,મિહિરભાઈ રાઠોડ, નરેન્દ્રભાઈ મામતોરા, ચેતન સિંહ પરમાર, હરિ ભાઈ રાઠોડ, કનુભાઈ ધોળકિયા, નંદલાલ ભાઈ દવે, રાજુભાઈ ભરડવા, વિજયસિંહ પરમાર, પિયુષભાઇ ખૂંટી, વનરાજસિંહ જાડેજા, નરેન્દ્રભાઈ મહેતા, જીતુભાઇ કાનાબાર, ગોરસિયા સા.રમેશભાઈ મહેતા,આશિષભાઇ જોશી, શૌર્યરાજ પરમાર, વશરામભાઇ દવે, વગેરે હરિભક્તો એ ભારે જમાવટ કરી હતી.
તીર્થ ધામ ગાદીસ્થાન જેતપુર ધામનાં શ્રી સ્વામિનારાયણ મંદિર નાં દિવ્ય અને ભવ્ય હિંડોળા નાં દર્શનનો લાભ પણ 90 સત્સંગી ભાઈ -બહેનોએ લીધો હતો. સમગ્ર મહોત્સવ ને સફળ બનાવવા ટ્રસ્ટી ગણ તથા કિર્તન મંડળી ઉપરાંત મયંકભાઇ કામદાર, હિતેષભાઇ મકવાણા, શૈલેષભાઇ સિકોતરા,હિતેષભાઇ ઉનડ કટ, રાજન ભાઈ રાઠોડ,રાજ મહેતા, પાર્થ મહેતા,ધર્મેન્દ્ર ભાઈ વાઘેલા વગેરે એ ભારે જહેમત ઉઠાવી હતી.
