નેત્રમ સી.સી.ટી.વી. પ્રોજેક્ટની મદદથી મોબાઈલ પરત મળતા મહિલાએ પોલીસનો આભાર વ્યક્ત કર્યો
પોરબંદરની એક મહિલા રિક્ષામાં મુસાફરી કરતી હતી ત્યારે તેનો મોબાઇલ ભુલી ગઈ હતી પોલીસે નેત્રમ સી.સી.ટી.વી. કેમેરાની મદદથી તે શોધીને પરત આપ્યો હતો અને મહિલાએ પોલીસનો આભાર માન્યો હતો.
પોરબંદરમાં નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની સતર્ક કામગીરી અને સી.સી.ટી.વી. કેમેરાની મદદથી ગુમ થયેલો કિંમતી મોબાઇલ ફોન શોધી કાઢી તેના માલિકને પરત કરવામાં આવ્યો હતો. આ કામગીરીમાં રિક્ષાચાલકે પણ પ્રમાણિકતા દાખવી મોબાઇલ ફોન પરત કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.તા.29 ઓગસ્ટ, 2026ના રોજ સાંજે આશરેસાડા પાંચ વાગ્યેખારવાવાડ, મોટા પીરની દરગાહ પાસે રહેતા અરજદાર ગીતાબેન વિનોદભાઈ જુંગી ખાસ જેલ પાસેથી પિયાગો રિક્ષામાં બેસીને પાલાના ચોક ખાતે પોતાના ઘરે પહોંચ્યા હતા. ઘરે પહોંચ્યા બાદ તેમને જાણ થઈ કે તેમનોસેમસંગ કંપનીનો અંદાજે રૂપિયા 37,499ની કિંમતનો મોબાઇલ ફોનક્યાંક ગુમ થઈ ગયો છે.મોબાઇલ ફોન ગુમ થયાની જાણ થતાં ગીતાબેન જુંગી રૂબરૂનેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખાતે પહોંચ્યા હતા અને સમગ્ર બનાવ અંગે જાણ કરી હતી. ત્યારબાદ નેત્રમની ટીમ દ્વારા અરજદાર જે માર્ગ પરથી પસાર થયા હતા તે માર્ગ પરનાવિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગતના સી.સી.ટી.વી. કેમેરાના દ્રશ્યોતપાસવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન અરજદાર જે પિયાગો રિક્ષામાં મુસાફરી કરી રહ્યા હતા તે રિક્ષા નજરે પડી હતી. સી.સી.ટી.વી.ના આધારે રિક્ષાનો નોંધણી નંબરજાણવા મળ્યું હતું. ત્યારબાદ રિક્ષાના ચાલકસબીરભાઈ પોલાભાઈ નાઈનો સંપર્ક કરવામાં આવ્યો હતો.પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે ગીતાબેનનો મોબાઇલ ફોન ભૂલથી રિક્ષામાં જ રહી ગયો હતો. રિક્ષાચાલકે મોબાઇલ ફોન પોતાની પાસે સુરક્ષિત રાખ્યો હતો.ત્યારબાદ રિક્ષાચાલક સબીરભાઈ નાઈને નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખાતે રૂબરૂ બોલાવવામાં આવ્યા હતા અને તેમની પાસેથી મોબાઇલ ફોન મેળવી ગીતાબેન જુંગીને પરત કરવામાં આવ્યો હતો. પોતાનો કિંમતી મોબાઇલ ફોન પરત મળતાં ગીતાબેને નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની ટીમ તેમજ રિક્ષાચાલક સબીરભાઈ નાઈનો આભાર વ્યક્ત કર્યો હતો.આ સમગ્ર બનાવમાં સીસીટીવી કેમેરા આધારિત વિશ્વાસ પ્રોજેક્ટની અસરકારક કામગીરીથી ગુમ થયેલો મોબાઇલ શોધવામાં સફળતા મળી હતી. સાથે જ રિક્ષાચાલક સબીરભાઈ નાઈએ મોબાઇલ ફોન પરત કરી પ્રામાણિકતા અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. પોરબંદરમાં સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવામાં સીસીટીવી કેમેરા અને નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની કામગીરી ઉપયોગી સાબિત થઈ રહી છે.
