રેલવેના ઓન બોર્ડ હાઉસ કીપિંગ સર્વિસના સફાઈ કામદાર બે શખ્સો પાસેથી મળ્યો વિદેશી દારૂ


મહોબતપરા અને ચોલીયાણા ગામના બે શખ્સોને પોરબંદર રેલવે પોલીસે પકડ્યા: બંને શખ્સો થેલામાં લઈને આવતા હતા દારૂ

પોરબંદર રેલવે પોલીસે રેલવેના સફાઈ કામદારોને વિદેશી દારૂની બોટલો સાથે પકડી પાડ્યા છે.
મદદનીશ પોલીસ મહાનિર્દેશક કે.એન.ડામોર તથા મદદનીશ પોલીસ અધિક્ષક યશપાલ જગાણીયા તથા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક પરેશ રાઠોડ એ રેલવે હદ વિસ્તારમાં પ્રોહી જુગારની પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ કરવા સારું ખાસ સૂચના આપેલ હોય જે અન્વયે જામનગર રેલવે પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એમ.પાંચીયા ના માર્ગદર્શન હેઠળ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર અમિતભાઈ પરબતભાઈ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ રણજીતભાઈ મુળુભાઈ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ કેતનગીરી મનસુખગીરી એ પોરબંદર રેલવે સ્ટેશન ખાતે બહારના રાજ્યમાંથી આવતી ટ્રેનો ઉપર વોચ કરતા તે દરમ્યાન આર્મ્ડ રિઝર્વ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ધર્મેન્દ્ર બી ચૌધરી તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ભીખાભાઈ વાજા એ બે ઇસમ વજનદાર થેલા સાથે શંકાસ્પદ હાલતમાં પોરબંદર રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નં. 2 ઉપર ફરી જતા જોવામાં આવતા તેને રોકી તેઓના થેલા ચેક કરતા તેમાંથી વિદેશી દારૂ મળ્યો છે.
કબ્જે કરેલ મુદ્દામાલમાં કાળા કલરના થેલામાં ભારતીય બનાવટની અંગ્રેજી દારૂ ભરેલ ગ્રીન એપલ વોડકા 4 નંગ પ્લાસ્ટીકની બોટલો 750 એમ.એલ. ભરેલ કુલ કિંમત રૂ. 420ગ્રે કલરના થેલામાં ભારતીય બનાવટની અંગ્રેજી દારૂ ભરેલ રોયલ ક્લાસીકો માર્ટ વ્હીસ્કી ની કુલ નંગ 3 બોટલો 750 એમ.એલ. કેફી પ્રવાહી ભરેલ તથા અરાબેલા ગ્રીન એપલ વોડકા 5 નંગ પ્લાસ્ટીકના ક્વાર્ટર કુલ કિંમત રૂ. 755 ના મુદ્દામાલ મળ્યો છે.
પકડાયેલ આરોપી રેલવેમાં ઓન બોર્ડ હાઉસ કીપીંગ સર્વિસ માં સફાઈ કામદાર તરીકે ખાનગી નોકરી કરતા મોહબતપરાના સુલતાનભાઈ ઓસમાનભાઈ ગલ ઉ.વ. 37 ચોલીયાણા ગામના
રફીકભાઈ ગફારભાઈ ચાવડા ઉ.વ. 35 ને વિદેશી દારૂની બોટલો સાથે પકડી પાડ્યા છે.
કામગીરી આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર અમિતભાઈ પરબતભાઈ પોલીસ હેડ કોન્સ્ટેબલ રણજીતભાઈ મુળુભાઈ પોલીસ હેડ કોન્સ્ટેબલ કેતનગીરી મનસુખગીરી પોરબંદર એટેચમેન્ટ જામનગર રેલવે પોલીસ સ્ટેશન આર્મ્ડ રિઝર્વ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ધર્મેન્દ્ર બી ચૌધરી આર્મ્ડ રિઝર્વ પોલીસ હેડ કોન્સ્ટેબલ ભીખાભાઈ વાજા રોકાયા હતા.

રિલેટેડ ન્યૂઝ