પોરબંદરમાં જુની વખારની ઉપર મોબાઇલ ટાવર લગાડવાની કામગીરીનો થયો વિરોધ

આજુબાજુના લોકોએ મેયરને આવેદનપત્ર પાઠવી કામગીરી અટકાવવા કરી માંગ

પોરબંદરમાં જુની વખારની ઉપર મોબાઇલ ટાવર લગાડવાની કામગીરીનો વિરોધ થયો છે. આજુબાજુના લોકોએ મેયરને આવેદનપત્ર પાઠવી કામગીરી અટકાવવા માંગ કરી છે.
પોરબંદરની જુન ફીશ માર્કેટ વિસ્તારમાં આવેલા હીરાવતી ડેલા ખાતે રહેતા નિલેષભાઇ રામજીભાઇ બાદરશાહીએ મહાનગરપાલિકાના મેયર સાગર મોદીને લેખિત રજૂઆત કરીને જણાવ્યુ છે કે તેઓ જ્યાં વસવાટ કરે છે ત્યાં વખાર ઉપર મોબાઇલના ટાવર નાખવાની કામગીરી થઇ રહી છે જેનો વિરોધ છે.ઉપરોકત ગીચ વિસ્તારમાં એરટેલ કંપનીના મોબાઇલ ટાવર નાખવામાં આવી રહેલ છે. અને ગીચ રહેણાંક વિસ્તારમાં બધા જ સામાન્ય ગરીબ લોકો રહે છે અને આ જોખમી ટાવર વાવાઝોડા કે કુદરતી આફત સમયે પડે તો મોટી જાનહાની થાય તેમ છે. વધુમાં આ ટાવર રહેણાંક વિસ્તારમાં હોય જેથી તેના રેડીએશનની અસર બાળકો ઉપર થાય તેમ છે અને આ રેડીએશનથી બીમારી ફેેલાઇ તેવી ભીતિ છે. તેમજ ગર્ભવતી મહિલા ઉપર ખૂબજ મોટી અસર થાય તેમ છે. જેથી આ ટાવરને તાત્કાલિક દૂર કરાવવા હુકમ કરવા અપીલ છે.
આ મોબાઇલ ટાવર વખારની ઉપર લગાડવામાં આવેલ છે અને મિલ્કત ખુબજ જુની અને જર્જરીત અવસ્થામાં છે. પોરબંદર મહાનગરપાલિકા તેમજ લાગતા વળગતા અધિકારીઓની કચેરીમાંથી પરવાનગી મેળવેલ છે કે કેમ? તે તપાસનો વિષય છે કારણકે ટાવર ફીટ કરાવનાર વ્યક્તિએ આસપાસના લોકોની સંમિતી મેળવેલ નથી જેથી આ બાબતે તાત્કાલીક આ ટાવર અન્ય ખસેડવા સૂચન કરવા અપીલ છે.

રિલેટેડ ન્યૂઝ