પોરબંદર જિલ્લામાં શ્રાવણીયો જુગાર પૂરબહારમાં ! પાઉની સીમ, બીલેશ્ર્વર, માલણકા અને દેવડા ગામેથી 34 જુગારીઓ ઝડપાયા

1 લાખ 76 હજારથી વધુની રોકડ થઇ કબ્જે: કયાંક મકાનમાં તો કયાંક પ્લોટમાં કુંડાળુ વળીને ટીંચતા હતા પત્તા: જિલ્લાભરની પોલીસની દોડધામ વધી

પોરબંદર જિલ્લામાં શ્રાવણીયો જુગાર પૂરબહારમાં ખીલ્યો છે. પાઉની સીમ, બીલેશ્ર્વર, માલણકા અને દેવડા ગામેથી 34 જુગારીઓ ઝડપાયા હતા. તેમની પાસેથી 1 લાખ 76 હજારથી વધુની રોકડ કબ્જે થઇ હતી. કયાંક મકાનમાં તો કયાંક પ્લોટમાં કુંડાળુ વળીને ટીંચતા પત્તા હતા. જિલ્લાભરની પોલીસની દોડધામ વધી છે.
બીલેશ્ર્વરમાં દરોડો
બીલેશ્ર્વર ગામે કોળી ફળિયામાં બાપુના ધુણા પાછળ ગલીમાં જુગાર રમી રહેલા રાણાવાવ સ્ટેશન પ્લોટમાં રહેતા સુનીલ ગોબર ધામેચા અને બીલેશ્ર્વર ગામના ચાર ઇસમો અશોક માંડા પરમાર, બધા મગન કુંવરીયા, ભીમા અરજન વાઘેલા તથા પુના રાજશી પરમાર મળી આવ્યા હતા તેમની પાસેથી 10,570ની રોકડ કબ્જે થઇ હતી.
રાણાવાવ નજીક
પાઉની સીમમાં દરોડો
રાણાવાવ નજીક પાઉની સીમમાં રહેતા દિનેશ ગોબર મકવાણાએ તેના મકાનમાં બહારથી જુગારીયાઓને એકત્ર કરી જુગારધામ શરુ કર્યુ હોવાની માહિતીના આધારે રાણાવાવ પોલીસે દરોડો પાડયો હતો જેમાં જુગારધામના સંચાલક દિનેશ મકવાણા ઉપરાંત પોરબંદરના જી.આઇ.ડી.સી. વિસ્તારમાં ગીતાનગરના ગેટ પાસે રહેતા પરબત રણમલ મોઢવાડીયા, ચંદ્રાવાડાના અરભમ ખીમા કારાવદરા, રાણાવાવના મોટા રબારીકેડામાં રહેતા ભોજા કારા કોડીયાતર, રાણાવાવ સ્ટેશન પ્લોટના કેશુ વીરમ ભોગેસરા, સરમણ પરબત ઓડેદરા, પરસોતમ ગોગન ગોહિલ મળી આવ્યા હતા તેમની પાસેથી ગંજીપત્તાના બાવન પાના અને 71,300ની રોકડ કબ્જે થયા હતા.
દેવડા ગામે બે કુંડાળામાંથી
15 જુગારી ઝડપાયા
દેવડા ગામે નવી સોસાયટીમાં વણવકરવાસ ખાતે ખુલ્લા પ્લોટમાં બે કુંડાળા વાળીને 15 જુગારીઓ જુગાર રમતા હતા. જેમની પાસેથી ગંજીપત્તાના 104 પાના(બે ગંજીપત્તા) તથા એક કુંડાળામાંથી 10,760ની રોકડ અને બીજા કુંડાળામાંથી 7820ની રોકડ મળી કુલ 18580નો મુદ્ામાલ કબ્જે થયો હતો. જુગાર રમી રહેલા નાનજી ડાયા મકવાણા, કાનજી સોમા વાળા, દિલીપ ભનુ સાગઠીયા, ભૂપત ગોવા વાળા, સુરેશ નાનજી પરમાર, વિઠ્ઠલ નારણ ચુડાસમા, મહેશ છગન શીંગરખીયા, વીજય ચીમન વાળા, ચંદુ બાબુ પરમાર, પેથલજી કાળુ પરમાર, કમલેશ ડાયા મકવાણા, સાગર મનોજ પરમાર, લાલજી નારણ મકવાણા અને ભરત ગોપાલ પરમાર તથા કિશોર કારુ પરમારને ઝડપી લેવામાં આવ્યા હતા.
માલણકામાં દરોડો
કુતિયાણા તાલુકાના માલણકા ગામે રહેતા ઉમેદસિંહ ગુલાબસિંહ જાડેજાએ તેના મકાનમાં જુગારધામ શરુ કરીને બહારથી જુગારીઓને એકત્ર કર્યા હોવાની માહિતીના આધારે પોલીસે દરોડો પાડયો હતો જેમાં જુગારધામના સંચાલક ઉમેદસિંહ ઉપરાંત જુગાર રમવા આવેલા જયદીપસિંહ કિરીટસિંહ જાડેજા, ઋતુરાજસિંહ દશરથસિંહ જાડેજા, મિત્રરાજસિંહ ગજેન્દ્રસિંહ જાડેજા, મુકેશ નારણ જોટંગીયા, દેવા નાજા મકવાણાતથા દિનેશ નાથા વરુ મળી આવ્યા હતા તેમની પાસેથી 75,610ની રોકડ કબ્જે કરવામાં આવી હતી.

રિલેટેડ ન્યૂઝ