સૌરાષ્ટ્ર કેમિકલ્સ ફેક્ટરી સામે થયેલ દબાણ દૂર કરો

કર્મચારીઓ માટેના સાઇકલ- સ્કૂટર સ્ટેન્ડની બહાર જાહેર માર્ગ પર અને સરકારી જમીન ઉપર સિમેન્ટના ગડર અને ડટના મૂકવી દેવામાં આવ્યા ઢગલા: વહેલી તકે યોગ્ય કરવા કલેકટરને પાઠવાયુ આવેદન

પોરબંદર સૌરાષ્ટ્ર કેમિકલ્સ ફેક્ટરી સામે સાયકલ સ્કૂટર સ્ટેન્ડની બહાર જાહેર માર્ગ અને સરકારી જમીન ઉપર સિમેન્ટના ગડર તથા ડટના ઢગલા મૂકી દેવામાં આવ્યા હોવાથી આવેદન પાઠવાયુ છે.
પોરબંદર ખાતે આવેલ સૌરાષ્ટ્ર કેમિકલ્સ ફેક્ટરીની સામે સાયકલ/સ્કૂટર સ્ટેન્ડ આવેલું છે. સાયકલ/સ્કૂટર સ્ટેન્ડ અને ફેક્ટરી તરફ જવાના માર્ગની વચ્ચે જાહેર માર્ગ આવેલ છે. તેમજ કંપની ની અંદર રોજ કામ પર આવતા ને જતા કર્મચારીઓની સંખ્યા પણ 2000 થી વધારે હોય સ્કૂટર સ્ટેન્ડની બહારની બાજુએ વાહનોનું પાર્કિંગ ન થાય તે હેતુથી કંપની દ્વારા મોટા કદના સિમેન્ટના ગડર/દટના ઢગલા અવરોધકો મૂકવામાં આવ્યા હોવાનું જોવા મળે છે. આ ગડર જે જગ્યાએ મૂકવામાં આવ્યા છે તે જગ્યા જાહેર માર્ગની સાઇડની જગ્યા/સરકારી જમીન/રોડ માર્જિનના ભાગમાં આવે છે કે કેમ તે અંગે અમને સ્પષ્ટ માહિતી નથી.
જો આ જગ્યા સરકારી જમીન અથવા જાહેર માર્ગના હક્કની હોય, તો કોઈ ખાનગી સંસ્થા દ્વારા સત્તાવાર મંજૂરી વિના ત્યાં કાયમી કે અર્ધકાયમી રીતે અવરોધ ઊભો કરીને જગ્યા રોકી શકાય કે કેમ તે અંગે તપાસ કરવી જરૂરી છે.
ઉપરોક્ત સ્થળની તાત્કાલિક સ્થળ તપાસ કરાવવામાં આવે. સિમેન્ટના ગડર તેમજ દટના ઢગલા મૂકવામાં આવેલી જમીન સરકારી, જાહેર માર્ગની કે કંપનીની માલિકીની છે તેની ચકાસણી કરવામાં આવે.જો તે સરકારી જમીન/જાહેર માર્ગ અથવા રોડ માર્જિનની જગ્યા હોય તો ત્યાં ગડર તેમજ ડટના ઢગલા મૂકવા માટે કોઈ સત્તાવાર મંજૂરી આપવામાં આવી છે કે કેમ તેની તપાસ કરવામાં આવે.મંજૂરી વિના જાહેર જગ્યા રોકવામાં આવી હોય તો નિયમ મુજબ અવરોધ દૂર કરાવી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે.
તપાસ દરમિયાન જાહેર માર્ગ પર વાહનવ્યવહાર, રાહદારીઓ તથા સાયકલચાલકોને કોઈ મુશ્કેલી કે સલામતીનું જોખમ ઊભું થાય છે કે કેમ તેની પણ તપાસ કરવામાં આવે.
ડટના ઢગલા જે રોડ સાઈડ ઉપર પડેલા છે તે જગ્યા સાફ કરીને ત્યાં સરસ વૃક્ષારોપણ પણ કરી શકાય તેવું સૂચન છે. આ બાબતે યોગ્ય તપાસ કરી જાહેર હિતમાં નિયમસર કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી વિનંતી છે.

રિલેટેડ ન્યૂઝ