રોકડિયા હનુમાન સામે મુખ્ય રસ્તા પર મસમોટા ગાબડાથી લોકોને મુશ્કેલી

તંત્ર તાત્કાલિક સમારકામની કાર્યવાહી હાથ ધરે તેવી થઈ રજુઆત

પોરબંદરના રોકડિયા હનુમાન મંદિર સામે મુખ્ય રસ્તા પર મોટા ગાબડા પડી ગયા હોવાથી લોકોને મુશ્કેલી પડી રહી છે.
પોરબંદર શહેરના રોકડીયા હનુમાન મંદિર સામેથી માર્કેટિંગ યાર્ડ તરફ જતા મુખ્ય માર્ગ પર છેલ્લા કેટલાક દિવસોથી મોટો ખાડો પડી ગયો છે.થોડા દિવસો પહેલા પાઈપલાઈન નાખવાની કામગીરી માટે રસ્તો ખોદવામાં આવ્યો હતો,પરંતુ કામ પૂર્ણ થયા બાદ રસ્તાનું યોગ્ય રીતે સમારકામ કરવામાં આવ્યું નથી.આ રસ્તો મુખ્ય માર્ગ હોવાથી અહીં વાહનોની ભારે અવર-જવર રહે છે. આ ખાડાના કારણે વાહન ચાલકો, રાહદારીઓ અને ખાસ કરીને સ્કૂલે જતા બાળકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રાત્રિના સમયે અંધારામાં ખાડો દેખાતો ન હોવાથી અકસ્માતનો ભય સતત રહે છે.આ બાબતે સ્થાનિક લોકો દ્વારા અનેક વખત રજુઆત કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. ત્યારે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આ ખાડો બુરીને રસ્તાનું સમારકામ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.

રિલેટેડ ન્યૂઝ