ચેક પરત ફરવાના કેસમાં ફરીયાદીને યોગ્ય ન્યાય મળે તે માટે થઇ રજૂઆત

પોલીસ સ્ટેશનમાંથી જામીન લઇ ગામ છોડીને ચાલ્યા જતા બુચમારો સમયસર પકડાતા નહી હોવાથી આવા કેસમાં કોર્ટે ફરીયાદી બની પગલા લેવા જરૂરી બન્યા: લેખિતમાં ઉચ્ચકક્ષાએ થઇ વિસ્તૃત રજૂઆત

ચેક પરત ફરવાના કેસમાં ફરીયાદીને યોગ્ય ન્યાય મળે તે માટે રજૂઆત થઇ છે. પોલીસસ્ટેશનમાંથી જામીન લઇ ગામ છોડીને ચાલ્યા જતા બુચમારો સમયસર પકડાતા નહી હોવાથી આવા કેસમાં કોર્ટે ફરીયાદી બની પગલા લેવા જરૂરી બન્યા છે તેથી લેખિતમાં ઉચ્ચકક્ષાએ વિસ્તૃત રજૂઆત થઇ છે.
પોરબંદરના એક નાગરીકે પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ સહિત ઉચ્ચકક્ષાએ એવી રજૂઆત કરી છે કે નેગોશીએબલ એકટની કલમ 138 મુજબ ફરીયાદીઓના ચેક પરત ફરવાના કેસમાં આરોપીઓને જામીન લાયક વોરંટ કાઢવામાં આવેલ હોય તે પોલીસ અધિકારી દ્વારા કોર્ટમાં કેસની ટ્રાયલ માટે હાજર રહેવાની શરતે તેને પોલીસ સ્ટેશનમાંથી યોગ્ય રકમમાં જામીન લઇ કોર્ટમાં જે તારીખ હોય તે તારીખે હાજર રહેવા માટે પોલીસ અધિકારી જામીન ઉપર છોડતા હોય છે. પણ તે પછી તે આરોપીઓ પોલીસ સ્ટેશનમાંથી છૂટી ઘણા લાંબા સમય સુધી અથવા ઘણા વર્ષો સુધી બહારગામ જતા રહ્યા હોય તેથી નવા વોરંટ બજતા ન હોય અને આરોપીઓ પકડાતા ન હોય કોર્ટ સમયે હાજર થતા ન હોય તેથી આપને મારી અપીલ છે કે ચેક પરત ફરવાના કેસમાં પોલીસ સ્ટેશનમાંથી જામીન ઉપર છૂટી કોર્ટ સમક્ષ હાજર થતા ન હોય અને બહારગામ જતા રહ્યા હોય તેથી મારા જેવા અનક ફરીયાદીઓના લાખો રૂપિયાની રકમની નજીકના સબંધ અથવા સગાસબંધીઓની સાથે છેતરપીંડી ચીટીંગ કરી ગયેલા એવા અનેક માણસોન ભારતીય ન્યાય સંહિતાની વર્ષ 2023ની કલમ 269 મુજબ પ્રથમ દર્શનીય રૂપે કોર્ટમાં હાજર ન રહેવાનો ગંભીર ગુન્હો આચરેલ હોય તેવો કાયદો બનેલ છે એવુ મારી જાણમાં આવેલ છે.
તેથી આવા આરોપીઓને કડક અને યોગ્ય પોરબંદરની તમામ કોર્ટોમાં આવતા આવા કેશોમાં કોર્ટ ફરીયાદી બની આવા છેતરપીંડી અને ચીટીંગ કરી ગયેલા લોકોને આ નવા કાયદા મુજબ યોગ્ય સજા થાય અને આ ચેક પરત ફરવાના કેશના અનેક ફરીયાદીઓને યોગ્ય ન્યાય મળે તે માટે આપને મારી અપીલ છેકે આ ભારતીય ન્યાય વર્ષ 2023ની નવી કાયદાની કલમનો વહેલીતકે પોરબંદરની બધી કોર્ટમાં ચેક પરત ફરવાના નવા કાયદાની અમલવારી થાય તેવી અપીલ છે.
આવા અનેક ફરીયાદીઓને બેંકના ચેક આપી છેતરપીંડી કરી અને ચીટીંગ કરી જતા આવા લોકોને યોગ્ય સજા મળે અને બીજા આવા ઘણા લોકો આવી બાબતથી (કાયદાનો ડર લાગશે) સમજી જશે. તે પ્રકારની રજૂઆત સાથે યોગ્ય કરવા માંગ થઇ છે.

રિલેટેડ ન્યૂઝ