પોરબંદરમાં વડાપ્રધાનનું 10 ફૂટ લાંબુ 6 ફૂટ પહોળું અને 5 ફૂટ ઊંચું સેન્ડ આર્ટ પોર્ટ્રેટ થયું તૈયાર

ઇન્ટરનેશનલ સેન્ડ આર્ટિસ્ટ અને તેમના પુત્ર એ બે દિવસની જહેમત બાદ તૈયાર કરેલ કૃતિનું વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે થયું અનાવરણ

પોરબંદરના જાણીતા ઇન્ટરનેશનલ સેન્ડ આર્ટિસ્ટ અને તેમના પુત્ર એ બે દિવસની જહેમત બાદ વડાપ્રધાનની સેન્ડ આર્ટ કૃતિ તૈયાર કરી હતી જેનું અનાવરણ કરવામાં આવ્યું હતું.
પોરબંદરના ઝુંડાળા ખાતે બરડાઈ વિદ્યાર્થી ભવન અને પોરબંદર મનપાના સંયુક્ત ઉપક્રમે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ અને તેમની 25 વર્ષની ગૌરવશાળી કારકિર્દીની ઉજવણી નિમિત્તે વિશેષ કાર્યક્રમ યોજાઈ ગયો.આ કાર્યક્રમમાં સૌથી વધુ આકર્ષણનું કેન્દ્રબિંદુ રહ્યું હતું પોરબંદરના જાણીતા આર્ટિસ્ટ હરીશભાઈ લાખાણી (લાખાણી ફોટો આર્ટ) અને તેના પુત્ર શ્યામ દ્વારા તૈયાર કરવામાં આવેલું ભવ્ય સેન્ડ આર્ટ પોટ્રેટ.બે દિવસની સતત જહેમત બાદ 10 ફૂટ લાંબુ, 6 ફૂટ પહોળું અને 5 ફૂટ ઊંચું વડાપ્રધાનનું આબેહૂબ પોટ્રેટ તૈયાર કરવામાં આવ્યું હતું. સાંજના સમયે જ્યારે આ કલાકૃતિનું અનાવરણ કરવામાં આવ્યું ત્યારે ઉપસ્થિત સૌ કોઈએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધી હતી.કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો, વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં નગરજનોએ આ કલાકૃતિ સાથે તસવીરો લીધી હતી અને હરીશભાઈ લાખાણીની કલાને બિરદાવી હતી. આ સેન્ડ આર્ટે સમગ્ર કાર્યક્રમમાં અનેરો રંગ પૂર્યો હતો અને સૌના માટે યાદગાર બની રહ્યું હતું.

રિલેટેડ ન્યૂઝ