નવાગામ રાજપરથી ભડ જતા રસ્તે સ્કૂટરમાં દારૂની હેરાફેરી ઝડપાઇ

78 કોથળી દેશી દારૂ સાથે યુવાનને પકડી લેવાયો: જિલ્લામાં હજારો રૂપિયાનો દેશી દારૂ થયો કબ્જે: ટ્રાફિક નિયમનો ભંગ કરનારા ત્રણ ચાલકો ઝડપાયા

નવાગામ રાજપરથી ભડ જતા રસ્તે સ્કૂટરમાં દારૂની હેરાફેરી ઝડપાઇ છે. અને 78 કોથળી દેશી દારૂ સાથે યુવાનને પકડી લેવાયો હતો. ઉપરાંત જિલ્લામાં હજારો રૂપિયાનો દેશી દારૂ કબ્જે થયો હતો.
સ્કૂટરમાં દારૂની હેરાફેરી
પેરોલ ફર્લો સ્કવોડની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે નવાગામ રાજપરથી ભડ જતા રસ્તે એક ઇસમ સ્કૂટરમાં નીકળ્યો ત્યારે પોલીસે તેને અટકાવીને તપાસ કરતા દારૂની અડધા લીટરની 54 કોથળી અને પા લીટરની 24 કોથળી સહિત 78 કોથળી દારૂ મળ્યો હતો. 50 હજારના સ્કૂટર સહિત 56,600નો મુદ્ામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.
દારૂના અન્ય દરોડા
કુતિયાણાના વડાળા ગામે રહેતા મહેશ કરશન મકવાણાની ગેરહાજરીમાં બાવળની કાટમાં છુપાવેલ 2000 રૂા.નો દારૂ કબ્જે થયો હતો. મોઢવાડાની સુંડાવદરી સીમથી શીશલી જતા રસ્તે રહેતા લખમણ ગોગન મોઢવાડીયાને તેના વાડીના ઢાળીયમાંથી 3800 રૂા.ની 38 કોથળી દારૂ સાથે પકડી લીધો હતો. પોરબંદરની યુગાન્ડા સોસાયટીમાં રહેતા રાણા ઉર્ફે લંગી ચના મોરીને 3200 રૂા.ના દારૂ સાથે તેના મકાનમાંથી પકડી લીધો હતો. બોખીરાના સતિઆઇ મંદિર પાસે રહેતી રૂપીબેન જેઠા સીંધલ પાસેથી 2800 રૂા.નો દારૂ મળતા સવારે પોલીસમથકે હાજર થવા સૂચના અપાઇ હતી. ગંડીયાવાળાનેશના નારણ લાલા મોરીને 3000 રૂા.ના દારૂ સાથે પકડી લીધો હતો. ખારવાવાડના દીપક દેવજી પાંજરી અને મહેશ માવજી વાંદરીયાને 200-200 રૂા.ના દારૂ સાથે, પોરાઇ મંદિર પાસે રહેતી ભારતી જયંતી પરમારને 1000 રૂા.ના દારૂ સાથે મળી આવતા કાર્યવાહી થઇ હતી.
ટ્રાફિક નિયમ ભંગ બદલ કાર્યવાહી
પોરબંદરના એરપોર્ટ સામે બાપુનગરમાં રહેતા એહમદ રઝા સતાર સાટીએ પોતાના કબ્જાવાળો ટ્રક બગવદર ચાર રસ્તે ભયજનક રીતે પાર્ક કરતા ગુન્હો દાખલ થયો હતો. જામખંભાળીયા પાસે સોરઠીયા પ્રજાપતિની વાડી પાસે રહેતા સલીમ અબ્દુલ મતુપોત્રાને નશાની હાલતમાં લાયસન્સ વગર કાર ચલાવતા પોરબંદરના ચાર રસ્તેથી પકડી લીધો હતો. માંગરોળના નાંદરખી ગામના સલમાનખાન યુસુફખાન બેલીમને બેફિકરાઇથી ટ્રક ચલાવતા માધવપુર ગામે બાપા સીતારામના મંદિર નજીકથી પકડી લીધો હતો.

રિલેટેડ ન્યૂઝ