બગવદર વિસ્તારમાં બે મોટરસાયકલ ચોરનાર રાણાવાવનો શખ્સ ઝડપાયો

લોકલ ક્રાઇમ બ્રાન્ચે બખરલા-બોરીચા રોડ પર કરી કાર્યવાહી: ચોરેલા બાઇક ગોંડલ અને કીંદરખેડા ખાતે બિનવારસુ હાલતમાં મળી આવ્યા

બગવદર વિસ્તારમાં બે મોટરસાયકલ ચોરનાર રાણાવાવનો શખ્શ ઝડપાયો છે. લોકલ ક્રાઇમ બ્રાન્ચે બખરલા-બોરીચા રોડ પર કાર્યવાહી કર હતી અને ચોરેલા બાઇક ગોંડલ અને કીંદરખેડા ખાતે બિનવારસુ હાલતમાં મળી આવ્યા હતા.
ગઇ તા. 16-5-2025ના રોજ બગવદરના મોઢવાડા રોડ પર સૂર્યપાર્ક સોસાયટીમાં રહેતો લખમણ હરદાસભાઇ કેશાવલાએ પોતાની ફરીયાદ જાહેર કરેલ છે કે આ કામના ફરીયાદીએ પોતાના મકાનની ડેલીમાં પાર્ક કરેલ પોતાનુ હોન્ડા સાઇન કંપનીનુ ગ્રે કલરનું મોટરસાયકલ કિ. રૂા. 45000કોઇ અજાણ્યો ચોર ઇસમ રહેણાંક મકાનના ડેલામાં રાત્રીના સમયે ગૃહ અપપ્રવેશ કરી ચોરી કરી લઇ જઇ ગુન્હો કરેલ હોવાની હકીકત જાહેર કરતા જે મોટર સાયકલ ચોરી બાબતે બગવદર પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર થયેલ બાદ આ મોટર સાયકલ ગોંડલ ખાતેથી બીનવારસુ હાલતમાં મળી આવતા ગુન્હાના કામે કબ્જે કરવામાં આવેલ છે.
ગઇ તા. 8-8-2025ના રોજ ખાંભોદર ગામ ટીંબડીયુ સીમ વાડી વિસ્તાર માં રહેતા રામ અરશીભાઇ ઓડેદરા ઉ.વ. 47 રહે. પોતાની ફરીયાદ જાહેર કરેલકે આ કામના ફરીયાદીનું પોતાની માલીકીનું હીરો કંપનીનું મેસ્ટ્રો વાઇટ કલરનું મોટર સાયકલ કિ.રૂા. 15000 કોઇ અજાણ્યો ચોર ખાંભોદર ગામના મધુવન હોટલના પાર્કિંગમાં પાર્ક કરેલ જગ્યા પરથી ચોરી કરી લઇ જઇ ગુન્હો કરેલ હોવાની હકીકત જાહેર કરતા જે મોટરસાયકલ ચોરી બાબતે બગવદર પોલીસ સ્ટેશનમાં બી.એન.એસ.ની કલમ મુજબ ગુન્હો રજીસ્ટર થયેલ બાદ આ મોટરસાયકલ કીંદરખેડા ખોતથી બીનવારસુ હાલતમાં મળી આવતા ગુન્હાના કામે કબ્જે કરવામાં આવેલ છે.
જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા પોરબંદર જિલ્લાના અનડીટેકટ ગુન્હાઓ ડીટેકટ કરવા કરેલ સૂચના અનુસંધાને એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર આર.કે. કાંબરીયાના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા દરમ્યાન એ.એસ.આઇ. ગોવિંદભાઇ મકવાણા તથા હેડ કોન્સ્ટેબલ સલીમભાઇ પઠાણ અને લક્ષ્મણભાઇ ઓડેદરાને સંયુકત ખાનગીરાહે હકીકત મળેલ કે ઉપરોકત બંને ગુન્હાના કામે ચોરી કરનાર ઇસમ રાણાવાવના ગોપાલપરામાં રહેતો હારૂન સુલેમાનભાઇ સુમરા છે અને મજકુર બખરલા ગામથી બોરીચા ગામ જતા રસ્તાના ખૂણે ઉભેલો છે. જેથી હકીકતવાળી જગ્યાએ જતા મજકુર ઇસમ મળી આવેલ હોય. જેથી મજકુરને એલ.સી.બી. કચેરી ખાતે લાવી પૂછપરછ કરતા મજકુરે ઉપરોકત બંને ગુન્હાના કામે યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા પોતે ઉપરોકત ગુન્હાના કામે મોટર સાયકલ ચોરી કરી હોવાની કબુલાત કરેલ હોવાની આપેલ હોય જેથી મજકુર આરોપીને આગળની કાર્યવાહી કરવા માટે બગવદર પોલીસ સ્ટેશન સોંપી આપી અનડીટેકટ મોટરસાયકલની ચોરીના બે ગુન્હાઓ ડીટેકટ કરી પ્રશંસનીય કામગીરી કરવામાં આવેલ છે.
આ કામગીરીમાં એલ.સી.બી. ઇન્ચાર્જ પી.આઇ. આર. કે.કાંબરીયા, એ.એસ.આઇ. બટુકભાઇ વિંઝુડા, રાજેન્દ્રભાઇ જોષી, ઉદયભાઇ વરૂ, રણજીતસિંહ દયાતર, ગોવિંદભાઇ મકવાણા, મુકેશભાઇ માવદીયા, હેડ કોન્સ્ટેબલ ઉપેન્દ્રસિંહ જાડેજા, કુલદીપસિંહ જાડેજા, લક્ષ્મણભાઇ ઓડેદરા, જીતુભાઇ દાસા,વિરેન્દ્રસિંહ પરમાર તથા પોલીસ કોન્સ્ટેબલ નટવરભાઇ ઓડેદરા, અજયભાઇ ચૌહાણ વગેરે રોકાયેલા હતા.

રિલેટેડ ન્યૂઝ