પોરબંદરમાં પોલીસની કામગીરીની સમીક્ષા માટે ક્રાઇમ કોન્ફરન્સ યોજાઇ

સારી કામગીરી કરનારા અને મેળામાં વ્યવસ્થિત બંદોબસ્ત જાળવનારા અધિકારીઓ અને કર્મચારીઓને પ્રશસ્તિપત્ર થયા એનાયત: અનડિટેકટ ગુન્હા ડિટેકટ કરનારા કર્મચારીઓની પીઠ થાબડવામાં આવી

પોરબંદરમાં પોલીસની કામગીરીની સમીક્ષા માટે ક્રાઇમ કોન્ફરન્સ યોજાઇ હતી. જેમાં સારી કામગીરી કરનારા અને મેળામાં વ્યવસ્થિત બંદોબસ્ત જાળવનારા અધિકારીઓ અને કર્મચારીઓને પ્રશસ્તિપત્ર એનાયત થયા હતા અને અનડિટેકટ ગુન્હા ડિટેકટ કરનારા કર્મચારીઓની પીઠ થાબડવામાં આવી હતી.
પોલીસ અધિક્ષકની કચેરી ક્રાઇમ કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા પોલીસવડા ભગીરથસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને માહે ઓગસ્ટ- 2026ના માસની ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવેલ જેમાં પોરબંદર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા વધુ સુદ્રઢ બનાવવા સારુ તેમજ આગામી સમયમા આવનાર તહેવારો જેમાં ગણપતિ વિસર્જન તથા નવરાત્રિ જેવા તહેવારો દરમ્યાન શરીર સબંધી તથા મિલ્કત સબંધી ગુન્હા ન બને તે માટે અસરકારક પાસા તથા તડીપાર જેવા અટકાયતી પગલા લેવા તથા ચાલુ માસ દરમ્યાન નાસતા ફરતા આરોપીઓને પકડવા સારુ તેમજ અસામાજિક પ્રવૃત્તિઓ પર વોચ રાખી ચોરી તથા ઘરફોડ ચોરીના બનતા ગુન્હાઓ અટકાવવા માટે અસરકારક નાઇટનું આયોજન કરવા તથા ગ્રામીણ વિસ્તારમાં સી.સી.ટી.વી. કેમેરા લગાડવા અંગે તથા એચ.એસ.- એમ.સી.આર. ચેક કરવા અંગે તથા શહેર વિસ્તારમાં ટ્રાફિક નિયમન અંગે અસરકારક કામગીરી કરી અકસ્માતના બનાવો નિવારવા જરૂરી વ્યવસ્થા કરવા અંગે તથા તાજેતરમાં વધી રહેલ સાયબર ક્રાઇમના બનાવો બનતા અટકાવવા લોક જાગૃતિ કાર્યક્રમો કરવા તથા પોરબંદર જિલ્લામાંથી ગાંજો તથા અન્ય નશાકારક પ્રવૃત્તિઓ વિરૂધ્ધ ઝુંબેશ હાથ ધરી વધુમાં વધુ કેસો કરવા જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપવામાં આવેલ.
આ ક્રાઇમ કોન્ફરન્સમાં નાયબ પોલીસ અધિક્ષક ઋતુ રાબા પોરબંદર શહેર તથા ડીવીઝન તથા મુખ્ય મથક તથા નાયબ પોલીસ અધિક્ષક સુરજીત મહેડુ, પોરબંદર ગ્રામ્ય ડીવીઝન તથા નાયબ પોલીસ અધિક્ષક ધ્રુવલ સુતરીયા, રાણાવાવ ડીવીઝન તથા તમામ થાણા તથા બ્રાન્ચના અધિકારીઓ હાજર રહેલ હતા.
તેમજ માહે ઓગસ્ટ -2026ના માસમાં ગંભીર ગુન્હાના ઘણા વર્ષોથી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવાની તથા અનડીટેકટ ઘરફોડી ચોરી તથા લુંટનો ગુન્હો ડીટેકટ કરવાની તથા અનડીટેક્ટ એન.ડી.પી.એસ.નો ગુન્હો ડીટેકટ કરવાની તથા ભેળસેળયુકત દૂધ પકડવાની, ઘણા વર્ષથી ગુમ થયેલને શોધી કાઢવાની તથા માધવપુર મેળા તથા જન્માષ્ટમીના મેળામાં ઉમદા કામગીરી કરનાર પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓને પ્રોત્સાહન મળે અને ભવિષ્યમાં સારી કામગીરી કરતા રહે તે સારુ પ્રોત્સાહન રૂપે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને સન્માનિત કરી બિરદાવવામાં આવ્યા હતા.
સન્માનનીય કર્મચારીઓની વિગત
જિલ્લા પોલીસ વડા દ્વારા સન્માનિત કરવામાં આવેલા કર્મચારીઓમાં એલ.સી.બી.ના પોલીસ હેડ કોન્સ્ટેબલ જીતુભાઇ રાજશીભાઇ દાસા અને પોલીસ કોન્સ્ટેબલ અજય લખમણભાઇ ચૌહાણ, એલ.સી.બી.ના પોલીસ હેડ કોન્સ્ટેબલ હીમાંશુભાઇ વાલાભાઇ મકકા અને પોલીસ કોન્સ્ટેબલ નટવરભાઇ દુદાભાઇ ઓડેદરા,પેરોલ ફર્લો સ્કવોડના એ.એસ.આઇ. હરેશ રામભાઇ સીસોદીયા તથા એ.એસ.આઇ. જીણાભાઇ રાજાભાઇ કટારા,પેરોલ ફર્લો સ્કવોડના પોલીસ હેડ કોન્સ્ટેબલ વજશીભાઇ માલદેભાઇ વરુ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ જેતમલભાઇ લખુભાઇ મોઢવાડીયા, ઉદ્યોનગર પોલીસ મથકના પોલીસ હેડ કોન્સ્ટેબલ દેવેન્દ્રસિંહ ધીરુભા ગોહિલ અને લોકરક્ષક ભૌતિક હરીભાઇ બારડ,ઉદ્યોગનગર પોલીસ હેડ કોન્સ્ટેબલ વિશાલભાઇ રવજીભાઇ વીંઝુડા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ વિજયસિંહ ભોજુભા છેલાવડા, રાણાવાવ પોલીસમથકના પોલીસ હેડ કોન્સ્ટેબલ અતુલભાઇ કરશનભાઇ લુવા અને પોલીસ હેડ કોન્સ્ટેબલ કૃણાલસિંહ પ્રવિણસિંહ ઝાલા, રાણાવાવ પોલીસ મથકના પોલીસ કોન્સ્ટેબલ સરમણભાઇ દેવાયતભાઇ મારુ અને પોલીસ કોન્સ્ટેબલ ભરતભાઇ કાનાભાઇ ઓડેદરા, કમલાબાગ પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેકટર આર.ડી. વાંદા તથા લોકરક્ષક કૌશિકભાઇ રામજીભાઇ સોલંકી, કમલાબાગ પોલીસ મથકના પોલીસ હેડ કોન્સ્ટેબલ નરેન્દ્ર ત્રિકમભાઇ ભટ્ટ અને પોલીસ કોન્સ્ટેબલ સુરેશ કીશાભાઇ મોરી અને કમલાબાગ પોલીસ મથકના પોલીસ હેડ કોન્સ્ટેબલ ભીમશીભાઇ પરબતભાઇ માળીયા તથા પોલીસ કોન્સ્ટેબલ સાજન રામજીભાઇ વરૂ તથા પોલીસ હેડ કવાર્ટરના પોલીસ સબ ઇન્સ્પેકટર એમ.બી. કાપડી, એ.એસ.આઇ. રામભાઇ એભાભાઇ પરમાર, પોલીસ હેડ કોન્સ્ટેબલ મૌલિકકુમાર ભવાનીશંકર જાની,
પોલીસ હેડ કોન્સ્ટેબલ પરબતભાઇ લખમણભાઇ ચૌહાણ,પોલીસ હેડ કોન્સ્ટેબલ સમીરભાઇ સુમારભાઇ જુણેજા, પોલીસ કોન્સ્ટેબલ કમલેશભાઇ અરજનભાઇ કરંગીયા, પોલીસ કોન્સ્ટબેલ સુભાષભાઇ અરજનભાઇ બોખીરીયા, પોલીસ કોન્સ્ટેબલ હેમેનકુમાર પ્રેમજીભાઇ પાંજરી, પોલીસ કોન્સ્ટેબલ કમલેશ ડાયાભાઇ કરગટીયા, વુમન પોલીસ કોન્સ્ટેબલ ધારાબેન દેવશીભાઇ સુંડાવદરા, વુમન પોલીસ કોન્સ્ટેબલ સંતોકબેન વિરમભાઇ રાતીયા, વુમન પોલીસ કોન્સ્ટેબલ આશાબેન અરભમભાઇ કારાવદરા વગેરેના સન્માન કરવામાં આવ્યા
હતા.

રિલેટેડ ન્યૂઝ