કમલાબાગ પોલીસે છાયાની રઘુવંશી સોસાયટીમાં રહેતા ચાલકની પૂછપરછ હાથ ધરી
જન્માષ્ટમીના મેળા સમયે આર્મી મેનના સ્કૂટરને ઠોકર મારી નાશી છૂટનાર રીક્ષા ચાલક ઝડપાયો છે. કમલાબાગ પોલીસે છાયાની રઘુવંશી સોસાયટીમાં રહેતા ચાલકની પૂછપરછ હાથ ધરી છે.
પોરબંદરમાં પોર્ટ કોલોની નજીક આર્મીમેન શૈલેષભાઇ નાનજીભાઇ ખરા તેના પત્ની અને બાળકી સાથે મેળામાં જતા હતા ત્યારે અજાણ્યા રીક્ષાચાલકે બેફિકરાઇથી રીક્ષા ચલાવીને ઠોકર મારી હતી ત્યારબાદ તે નાશી ગયો હતો. જેમાં ફકત આરોપી તરીકે રીક્ષાચાલક હોય જે ગુન્હાના આરોપીને શોધી કાઢવા પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ટીમો બનાવવામાં આવેલ હતી જેમાં કમલાબાગ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેકટર પી.બી.ગોજીયા સાથે સર્વેલન્સ પોલીસ સ્ટાફના માણસો મુખ્ય આરોપીની તપાસમાં હોય તે દરમ્યાન એ.એસ.આઇ. ચેતનભાઇ ગીગાભાઇ મોઢવાડીયા, પોલીસ હેડ કોન્સ્ટેબલ સુખાભાઇ મથુરભાઇ જાંબુચા તથા પોલીસ કોન્સ્ટેબલ બલદેવ મેરૂભાઇને ટેકનિકલ તથા હ્યુમન સોર્સીસથી સંયુકત રીતે બાતમી હકીકત મેળવી ઉપરોકત ગુન્હાના આરોપી પોરબંદરની છાયા રઘવંશી સોસાયટી ના બ્લોકનંબર 145માં રહેતા યોગેશ ભગવાનજીભાઇ પંચમતીયા ઉ.વ. 48ને એકસીડેન્ટ કરેલ વાહન પ્યાગો રીક્ષા સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
આ કામગીરીમાં કલમાબાગ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એસ.જી. સોલંકી તથા સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેકટર આર.ડી.વાંદા, પોલીસ સબ ઇન્સ્પેકટર પી.બી.ગોજીયા, એ.એસ.આઇ. ચેતન ગીગાભાઇ મોઢવાડીયા, પોલીસ હેડ કોન્સ્ટેબલ સુખાભાઇ મથુરભાઇ જાંબુચા તથા પોલીસ કોન્સ્ટેબલ બલદેવ મેરૂભાઇ તથા વિક્રમસિંહ હમીરસિંહ તથા ધર્મેશ ભાવુભાઇ વગેરે પોલીસસ્ટાફ કામગીરીમા જોડાયેલ હતા.
