રાણા બોરડીના કથિત કૌભાંડમાં 1938 પાનાના આધાર પુરાવા સાથે ડીડીઓને થઈ પ્રથમ અપીલ

કુતિયાણાના તાલુકા વિકાસ અધિકારીએ કરેલી તપાસમાં બેદરકારી હોવાનું જણાવ્યું: મનરેગા યોજનાની એસ.ઓ.પી. વિરુદ્ધ તપાસ થયાનો દાવો કરવામાં આવ્યો: 14 મહિનાથી ચાલી રહેલ લડતમાં ન્યાય મળે તેવો આશાવાદ દર્શાવ્યો

પોરબંદર નજીકના રાણા બોરડી ગામના કથિત કૌભાંડમાં ડીડીઓ સમક્ષ પ્રથમ અપીલ કરવામાં આવી છે જેમાં કુતિયાણાના ટીડીઓએ કરેલી તપાસમાં તટસ્થ કામગીરી કરી નહીં હોવાનું જણાવીને અરજદારે 1,938 પાનાના આધાર પુરાવા રજૂ કર્યા છે. મિશન માતૃભૂમિના હરીશ રાવતે જણાવ્યું છે કે રાણા બોરડી ગામના અરજદારો દ્વારા મનરેગા યોજના હેઠળ થયેલા કથિત ભ્રષ્ટાચાર અંગે છેલ્લા 14 મહિનાથી વધુ સમય દરમિયાન કરવામાં આવેલી તમામ ફરિયાદો, રૂબરૂ રજૂઆતો, છઝઈં અરજીઓ, ઓનલાઈન પોર્ટલ પરની રજૂઆતો, જિલ્લા તથા રાજ્ય કક્ષાના પત્રવ્યવહાર અને બે અલગ અલગ તપાસ અહેવાલોના આધારે આજે જિલ્લા વિકાસ અધિકારી, પોરબંદર સમક્ષ ગુજરાત પંચાયત અધિનિયમ, 1993 તથા ભારતના બંધારણના આધારે વિગતવાર પ્રથમ અપીલ દાખલ કરવામાં આવી છે.
પ્રથમ તપાસમાં ગામમાં ડર અને ભયના વાતાવરણનો આક્ષેપ
અપીલમાં જણાવાયું છે કે સમગ્ર પ્રકરણ દરમિયાન જિલ્લા કક્ષાની પ્રથમ તપાસ સમિતિ, ત્યારબાદ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી રાણાવાવ તાલુકા વિકાસ અધિકારી તથા ત્યારબાદ કુતિયાણા તાલુકા વિકાસ અધિકારી દ્વારા કરવામાં આવેલી તપાસોમાં ફરિયાદીઓએ વારંવાર લેખિત અને મૌખિક રીતે નિષ્પક્ષ, તટસ્થ અને પારદર્શક તપાસની માંગણી કરી હતી.અપીલ મુજબ પ્રથમ તપાસ દરમિયાન ગામમાં ડર અને ભયનું વાતાવરણ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. તપાસને પ્રભાવિત કરવાના પ્રયાસો થયાના દાવા સાથે વિડિયોગ્રાફી તથા ફોટોગ્રાફી આધારિત પુરાવા ઉપલબ્ધ હોવાનું પણ જણાવાયું છે.
મનરેગાની જઘઙ વિરુદ્ધ
તપાસ થયાનો દાવો
ફરિયાદીઓએ રજૂ કર્યું છે કે અગાઉના તપાસ અહેવાલોમાં મનરેગા યોજનાની મૂળ જઘઙથી વિરુદ્ધ પ્રક્રિયા અપનાવવામાં આવી હતી અને તે અંગેના તમામ લેખિત વાંધાઓ ગ્રામ વિકાસ એજન્સીને પણ સોંપવામાં આવ્યા હતા.
કુતિયાણા ઝઉઘની તપાસ સામે ગંભીર વાંધા
કુતિયાણા તાલુકા વિકાસ અધિકારી દ્વારા કરવામાં આવેલી ફેર તપાસ અંગે અપીલમાં ગંભીર પ્રક્રિયાત્મક વાંધાઓ દર્શાવવામાં આવ્યા છે. ફરિયાદીઓનો આક્ષેપ છે કે તપાસ શરૂ કરતી વખતે અરજદારોને સત્તાવાર જાણ કરવામાં આવી નહોતી, અગાઉ રજૂ કરાયેલા વાંધાઓની યોગ્ય ખરાઈ કરવામાં આવી નહોતી અને ફરિયાદીઓના નિવેદનો તથા રજૂ કરાયેલા પુરાવાઓના આધારે તપાસને યોગ્ય દિશામાં આગળ ધપાવવામાં આવી નહોતી. ઝઉઘ કુતિયાણાએ ફરિયાદીઓનો એક પણ પક્ષ કે બાબત ધ્યાને ન લીધી અને ન તો આધાર પુરાવા અંગે વિગતોની ખરાઈ પણ ન કરી હોવાનો આક્ષેપ છે.
50 ટકાથી વધુ લોકોએ લાભ ન લીધાનું નિવેદન છતાં ક્લીનચીટનો આક્ષેપ
પ્રથમ અપીલમાં સૌથી મહત્વપૂર્ણ મુદ્દા તરીકે 2 તપાસ ટીમોના અહેવાલોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ફરિયાદીઓના જણાવ્યા મુજબ, અહેવાલોમાં અંદાજે 50 ટકા કરતાં વધુ વ્યક્તિઓએ પોતાના નિવેદનમાં સંબંધિત યોજનાનો લાભ લીધો નથી અથવા તેઓ લાભાર્થી બન્યા નથી હોવાનું જણાવ્યું હતું. આવા મહત્વપૂર્ણ નિવેદનો ઉપલબ્ધ હોવા છતાં ઊંડી અને સ્વતંત્ર તપાસ કરવાના બદલે અહેવાલને અંતિમ માની એકતરફી રીતે ક્લીનચીટ આપવામાં આવી હોવાનો આક્ષેપ છે.
1938 પાનાના આધાર-પુરાવાની તપાસ અંગે ગંભીર વાંધો
અરજદારો દ્વારા આ અરજીના અનુસંધાને 1938 પાનાના મહત્વપૂર્ણ આધાર-પુરાવાઓ સત્તાવાર રીતે રજૂ કરી મનરેગા યોજનાની મૂળ જઘઙ મુજબ સ્વતંત્ર, તટસ્થ અને ક્રોસ-વેરિફિકેશન આધારિત તપાસ કરવાની સ્પષ્ટ માંગણી કરવામાં આવી હતી. તેમ છતાં આજદિન સુધી જિલ્લા પંચાયત, જિલ્લા વિકાસ અધિકારીની કચેરી કે ગ્રામ વિકાસ એજન્સી દ્વારા આ આધાર-પુરાવાઓની યોગ્ય રીતે તપાસ શરૂ કરવામાં આવી નથી, ન તો તેની ખરાઈ, વિશ્લેષણ કે કાયદેસર પરીક્ષણ માટે કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી છે. તેથી રજૂ કરાયેલા તમામ 1938 પાનાના પુરાવાઓને રેકોર્ડ પર લઈ તેમની મૂળ જઘઙ મુજબ સ્વતંત્ર તપાસ કરાવવી ન્યાયના હિતમાં અનિવાર્ય છે.
બંધારણીય આધાર અને માંગણીઓ
પ્રથમ અપીલમાં ભારતના બંધારણની કલમ 14, 21, 38 અને 243ૠ, ગુજરાત પંચાયત અધિનિયમની કલમ 242 થી 249 તથા કુદરતી ન્યાયના સિદ્ધાંતોનો આધાર લેવામાં આવ્યો છે.સાથે જ અરજદારોને વ્યક્તિગત સુનાવણી આપવાની, તમામ તપાસ રેકોર્ડ કબજે લેવા અને સુરક્ષિત રાખવાની, બંને તપાસ અહેવાલોનું પુન:પરીક્ષણ કરવાની, 325થી વધુ પાનાના તેમજ 1938 પાનાના પુરાવાની સ્વતંત્ર ચકાસણી કરવાની તથા જિલ્લા સ્તરની સ્વતંત્ર જઈંઝ ની નિમણૂક કરવાની માંગણી કરવામાં આવી છે. વધુમાં માંગ કરવામાં આવી છે કે અગાઉની તપાસ પ્રક્રિયામાં સામેલ અધિકારીઓ અને સંબંધિત પક્ષકારોની ભૂમિકા અંગે પણ નિષ્પક્ષ રીતે તપાસ કરવામાં આવે. તપાસ દરમિયાન રજૂ થયેલા નિવેદનો, હાજરીપત્રકો, મસ્ટર રોલ, માપપોથી, ચુકવણી સંબંધિત દસ્તાવેજો, લાભાર્થી યાદીઓ, સ્થળ નિરીક્ષણના અહેવાલો, ફોટોગ્રાફ્સ, વિડિયોગ્રાફ્સ તથા ઓનલાઈન પોર્ટલ પર ઉપલબ્ધ તમામ માહિતીનું પરસ્પર મિલાન કરવામાં આવે.
અરજદારોની સ્પષ્ટતા
અરજદારોએ જણાવ્યું છે કે આ પ્રથમ અપીલ કોઈ વ્યક્તિગત વિરોધ, રાજકીય હેતુ કે વ્યક્તિગત બદનક્ષી માટે નહીં, પરંતુ જાહેર નાણાંની પારદર્શિતા, ગ્રામજનોના અધિકારો, મનરેગા યોજનાના નિયમોનું પાલન, જવાબદાર પંચાયતી શાસન અને બંધારણીય ન્યાય સુનિશ્ચિત કરવા માટે કરવામાં આવી છે.

રિલેટેડ ન્યૂઝ