કમલાબાગ પોલીસ સ્ટેશન દ્વારા યોજાયો જનજાગૃતિ કાર્યક્રમ: સાયબર માફિયાઓથી કઇ રીતે બચી શકાય તેની આપી ઉંડાણથી સમજ
પોરબંદરની યુવાપેઢીને સાયબર ક્રાઇમથી બચવા અમૂલ્ય માર્ગદર્શન અપાયુ હતુ. કમલાબાગ પોલીસ સ્ટેશન દ્વારા જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો જેમાં સાયબર માફિયાઓથી કઇ રીતે બચી શકાય તેની ઉંડાણથી સમજ આપી હતી.
પોલીસ મહાનિર્દેશક જે.એસ. મલિક સી.આઇ.ડી. (ક્રાઇમ અને રેલ્વેઝ) ગાંધીનગર ગુજરાત રાજ્ય તેમજ નાયબ પોલીસ મહાનિરીક્ષક જૂનાગઢ રેન્જના રાજેન્દ્રસિંહ ચુડાસમા તથા સાયબર સેન્ટર ઓફ એકસલન્સ, ગુજરાત રાજ્ય ગાધીનગરના પોલીસ અધિક્ષક વિવેક ભેડા, પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાની સૂચના મુજબ તથા નાયબ પોલીસ અધિક્ષક ઋતુ રાબા પોરબંદર પોલીસ વિભાગ તથા પોલીસ ઇન્સ્પેકટર એસ.જી. સોલંકી કમલાબાગ પોલીસ સ્ટેશનના માર્ગદર્શન હેઠળ પોરબંદર જિલ્લામાં બનતા સાયબર ક્રાઇમના ગુનાઓના તાત્કાલિક નિરાકરણ અનુસંધાને પોરબંદર જિલ્લામાં બનતા સાયબર ફ્રોડના બનાવો સબંધે, મહિલા સહાયતા, મહિલા અને બાળ કલ્યાણ યોજના તથા સી ટીમ અંતર્ગત કાર્યક્રમો કરવાની સૂચના આપવામાં આવેલ હતી.
હાલમાં સાયબર ફ્રોડ માફીયા દ્વારા અવારનવાર નવી નવી તરકીબો અજમાવી લોકોને સાયબરનો ભોગ બનાવતા હોય છે. જેમાં લોકોમાં કઇ રીતે સાયબરનો ભોગ બનતા અટકાવી શકાય તે અનુસંધાને કોલેજ ખાતે તેની જાગૃતિ સબંધે કમલાબાગ પોલીસ સ્ટેશનના એ.એસ.આઇ. નવઘણ એસ. દેસાઇ દ્વારા સાયબર જાગૃતિ સબંધે પોતાની શૈલીમાં વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને સમજાવવામાં આવ્યા હતા. અને સાયબર ફ્રોડ કરતા સાયબર માફિયાઓ સામે કઇ કઇ રીતે બચી શકાય તે સમજાવવામાં આવ્યુ હતુ. જેવી કે હાલમાં અજાણ્યા નંબર પરથી કોલ્સ આવે અને ખોટા ઓડીટ કરેલ મેસેજ મોકલી રૂપિયા જમા કરેલ હોવાનું જણાવી દવાખાનામાં ઇમરજન્સીની જરૂર હોય તેમ કહી રૂપિયા ટ્રાન્સફર કરી દેતા હોય છેે તેમજ પોલીસ અધિકારીના ખોટા નામ આપવા, પાર્સલમાં ડ્રગ્સ પકડાયુ છે તેમ કહી ધમકી આપી રૂપીયા પડાવવા, લીંક મોકલી ફોન હેક કરી દેવો, જુની ચલણી નોટોના લાખો રૂપિયા આપવાની લાલચ બતાવી રૂપીયા પડાવી લેવા વગેરે મલતબની જાગૃતિ અંગે સજાગ રહેવા સમજ આપી હતી. અને ભોગ બનનારને સાયબર ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર 1930 ઉપર ફરિયાદ કરવા જણાવ્યુ હતુ તેમજ સી ટીમના સભ્ય વુમન એ.એસ.આઇ. રમીલાબેન તેજાભાઇ વાજા દ્વારા મહિ,લાઓને ગુડ ટેચ બેડ ટચ બાબતે માહિતી આપવામાં આવી હતી તેમજ ઘરેલુ હિંસાના બનતા બનાવતો બાબતે મહીલા સહાયતા કેન્દ્રના કાઉન્સીલર તેજલબેન રાજાણી દ્વારા દ્વારા વિવિધ પ્રકારની માહિતી આપવામાં આવી હતી. તેમજ મહિલા બાળવિકાસના કાઉન્સીલર સંધ્યાબેન જોષી દ્વારા બાળકોને તથા મહિલાઓને લગતા બનાવો વિષે માહિતગાર કરવામાં આવેલ તેમજ સખી વન સ્ટોપ સેન્ટરના ઇન્ચાર્જ રાજીબેન દ્વારા વિધવા સહાય તેમ સરકારની વિવિધ યોજનાઓ બાબતે માહિતી આપવામાં આવી હતી. આ પ્રોગ્રામમાં આશરે 100 જેટલા વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને વિવિધ માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ. અને અભયમ્ 181ની ટોલ ફ્રી નંબર ઉપર જાણ કરવા સમજ કરી હતી તેમજ પોલીસ મદદ માટે 112 ટોલ ફ્રી નંબર ઉપર જાણ કરવા સમજ આપેલી હતી અને સાયબર જાગૃતિ માટે વિદ્યાર્થીઓને શપથ પણ લેવડાવવામાં આવ્યા હતા.
