પકડ વોરંટ નીકળતા ઉદ્યોગનગર પોલીસે રોકડીયા હનુમાન મંદિર પાછળથી પકડી લીધો
પોરબંદરમાં ચેક રીટર્નની સજા બાદ સાત મહિનાથી કોર્ટમાં ગેરહાજર શખ્શ ઝડપાયો છે.પકડ વોરંટ નીકળતા ઉદ્યોગનગર પોલીસે રોકડીયા હનુમાન મંદિર પાછળથી પકડી લીધો હતો.
જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા પોરબંદર કોર્ટમાં સજા થયેલ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સૂચના આપેલ જે અન્વયે પોરબંદર ગ્રામ્ય વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સુરજીત મહેડુ તથા ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એમ.ડી.વાળાના માર્ગદર્શન હેઠળ પોરબંદર પાંચમા એડીશ્ર્નલ ચીફ જ્યુડીશ્યલ કોર્ટના ક્રિમીનલ કેસ મુજબના કામે નેગોશીએબલના કેસમાં આરોપી પોરબંદરની માર્કેટીંગ યાર્ડ સામે, શ્રીજી કૃપામાં રહેતા કેતન ગોવિંદભાઇ બાદરશાહીને સજાની અમલવારી કરાવવાની હોય અને આરોપી છેલ્લા સાત માસથી કોર્ટમાં મુદતે હાજર થતો ન હોય અને વોરંટના કામે નાસતો ફરતો હતો.
જેને શોધી કાઢવા માટે ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમા ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ મહિપતસિંહ પ્રવિણસિંહ તથા ભૌતિકભાઇ હરિભાઇઓને હ્યુમન સોર્સી તથા ટેકનીકલ સોર્સની મદદથી સંયુકત બાતમી રાહે હકીકત મળેલ કે આરોપી રોકડીયા હનુમાનજી મંદિર પાછળ સુરુચી સ્કૂલ સામે આવેલ હોય જેથી તાત્કાલિક સદર જગ્યાએ જતા ઉપરોકત આરોપી મળી આવતા ધોરણસરની કાર્યવાહી કરી સજા વોરંટની અમલવારી કરી ખુબજ પ્રશંસનીય કામગીરી કરવામાં આવેલ છે.
આ કામગીરી પી.આઇ. એમ.ડી.વાળા તથા પોલીસ કોન્સ્ટેબલ મહિપતસિંહ પ્રવિણસિંહ, ભૌતિકભાઇ હરિભાઇ દ્વારા કરવામાં આવેલ છે.
