પોરબંદર બસ ડેપોના 125 કર્મચારીઓને આરોગ્ય અને બેન્કિંગ સેવાનો મળ્યો લાભ

સેવા સંકલ્પ યોજના હેઠળ થયું આયોજન: ડ્રાઇવિંગ સાથે સંકળાયેલા કર્મચારીઓને તંદુરસ્ત આંખનું મહત્વ સમજાવવામાં આવ્યું

પોરબંદર એસ.ટી. તંત્રના 125કર્મચારીઓને આરોગ્ય અને બેન્કિંગ સેવાનો લાભ મળ્યો હતો.
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના કર્મચારીલક્ષી અભિગમ અંતર્ગત ‘સેવા સંકલ્પ અભિયાન’ના ભાગરૂપે પોરબંદર એસ.ટી. ડેપો ખાતે કર્મચારીઓના આરોગ્ય અને કલ્યાણને કેન્દ્રમાં રાખી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું.ડેપો મેનેજર પી.બી. મકવાણાના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં ડ્રાઇવરો સહિત ડેપોના કર્મચારીઓ માટે આંખ ચેકઅપ કેમ્પ તથા બેંકિંગ સેવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.આંખ ચેકઅપ કેમ્પમાં ભાવસિંહજી સિવિલ હોસ્પિટલના તબીબશ્રી તથા તેમની ટીમ દ્વારા કર્મચારીઓની આંખોની તપાસ કરવામાં આવી હતી અને આંખોની યોગ્ય કાળજી તથા જરૂરી સાવચેતી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.ખાસ કરીને ડ્રાઇવિંગ સાથે સંકળાયેલા કર્મચારીઓ માટે આંખોની તંદુરસ્તી અને સ્પષ્ટ દ્રષ્ટિનું મહત્વ સમજાવવામાં આવ્યુ હતુ.તે ઉપરાંત પોરબંદર બસ સ્ટેશન ખાતે એસ.બી.આઈ.બેંકના મેનેજર તથા તેમની ટીમ દ્વારા કર્મચારીઓને બેંકની વિવિધ સેવાઓ અને સુવિધાઓ અંગે માહિતી આપવામાં આવી હતી. વોટ્સઅપમારફતે ઉપલબ્ધ બેંકિંગ સેવાઓ તથા ડિજિટલ બેંકિંગ અંગે માર્ગદર્શન આપવાની સાથે કર્મચારીઓના બેંકિંગ સંબંધિત પ્રશ્નો અને રજૂઆતોનું સ્થળ પર જ નિરાકરણ કરવામાં આવ્યું હતું.આ બંને કેમ્પનો ડ્રાઇવરો સહિત કુલ 125 કર્મચારીઓએ લાભ લીધો હતો. આરોગ્ય તપાસ તથા બેંકિંગ સેવાઓ અંગે માર્ગદર્શન એક જ સ્થળે મળતાં કર્મચારીઓ માટે આ કાર્યક્રમ ઉપયોગી અને સેવાલક્ષી બની રહ્યો હતો.કાર્યક્રમના સુચારૂ આયોજન અને વ્યવસ્થા માટે સ્ટેન્ડ ઇન્ચાર્જ એચ.એમ.રૂઘાણી દ્વારા વિશેષ જહેમત ઉઠાવવામાં આવી હતી. કાર્યક્રમના અંતે એ.ટી.આઈ. આર. આર. ઓડેદરા દ્વારા ભાવસિંહજી સિવિલ હોસ્પિટલની તબીબી ટીમ તેમજ એસ.બી.આઈ.બેંકના મેનેજર અને તેમની ટીમનો સહયોગ બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.કર્મચારીઓના આરોગ્ય અને કલ્યાણને પ્રાધાન્ય આપતી આ પહેલ દ્વારા નિગમના કર્મચારીલક્ષી અભિગમને વધુ મજબૂતી મળી છે, તેમજ કર્મચારીઓની સુખાકારી સાથે તેમની કાર્યક્ષમતાને પણ પ્રોત્સાહન મળે તે દિશામાં પોરબંદર એસ.ટી. ડેપો દ્વારા મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે.

રિલેટેડ ન્યૂઝ