પોરબંદરમાં પ્રથમ વખત નિ:શુલ્ક ઈન્ટિગ્રેટેડ થેરાપી કેમ્પ યોજાયો

એક જ જગ્યાએ એલોપેથી, આયુર્વેદ, નેચરોપેથી અને હોમીયોપેથી કેમ્પમાં 80 દર્દીઓના ચામડી, સાંધા-સ્નાયુ અને પાચનતંત્રના રોગોની થઇ વિનામૂલ્યે સારવાર: તપસ્વી ગ્રામ્ય વિકાસ ટ્રસ્ટ અને આશા હોસ્પિટલનું સંયુક્ત આયોજન સફળ રહ્યુ

પોરબંદરમાં પ્રથમ વખત નિ:શુલ્ક ઈન્ટિગ્રેટેડ થેરાપી કેમ્પ યોજાયો જેમાં 80થી વધુ દર્દીઓએ લાભ લીધો હતો.
પોરબંદરમાં પ્રથમ વખત યોજાયેલા નિ:શુલ્ક ઈન્ટિગ્રેટેડ થેરાપી મેડિકલ કેમ્પ ને અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો હતો. જેમાં આ કેમ્પમાં 80 થી વધુ દર્દીઓએ લાભ લીધો હતો. આ કેમ્પ ની ખાસ વાત એ રહી છે કે એક જ સ્થળે એલોપેથી, આયુર્વેદ, નેચરોપેથી અને હોમિયોપેથી પદ્ધતિના નિષ્ણાંત તબીબો દ્વારા દર્દીઓની તપાસ અને માર્ગદર્શન વિનામૂલ્યે આપવામાં આવ્યું હતું.
પોરબંદરના તપસ્વી ગ્રામ્ય વિકાસ ટ્રસ્ટ અને આશા હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે શહેરમાં સૌપ્રથમ વખત નિ:શુલ્ક ઈન્ટિગ્રેટેડ થેરાપી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આ કેમ્પ ને પોરબંદરવાસીઓનો સારો પ્રતિસાદ મળ્યો હતો અને 80થી વધુ દર્દીઓએ સારવારનો લાભ લીધો હતો. ત્યારે રાજકોટથી ખાસ ઉપસ્થિત રહેલા નિષ્ણાંત તબીબો ડો. વૈભવ સોરઠીયા અને ડો. કુલદીપ દુધાત્રાએ દર્દીઓની તપાસ કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આ કેમ્પમાં મુખ્યત્વે ચામડીના રોગો, સાંધા અને સ્નાયુના દુખાવા તેમજ પાચનતંત્ર ને લગતી સમસ્યાઓની સારવાર અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં ધાધર, ખરજવું, ફૂગનું ઈન્ફેક્શન, સંધિવા, સાઈટિકા, ગેસ, એસિડિટી અને કબજિયાત જેવી સમસ્યાઓનો સમાવેશ થાય છે.
આ કેમ્પની વિશેષતા એ રહી કે એલોપેથી, આયુર્વેદ, નેચરોપેથી અને હોમિયોપેથી પદ્ધતિના નિષ્ણાંતો એ એક જ સ્થળે દર્દીઓની તપાસ કરી હતી. આયોજકોના જણાવ્યા મુજબ વિવિધ સારવાર પદ્ધતિઓના સંકલિત અભિગમથી દર્દીઓને સારવાર અને જીવનશૈલી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કેમ્પને સફળ બનાવવા તપસ્વી ગ્રામ્ય વિકાસ ટ્રસ્ટ ના પ્રમુખ અશોકભાઈ થાનકી, ઉપપ્રમુખ નિપુલભાઈ પોપટ, મહામંત્રી લલીતભાઈ જોશી, તેમજ પોરબંદર ના ડોક્ટર અમિત કોરિયા, ડોક્ટર મિતેશ દવે અને ભક્તિ ગણાત્રા તેમજ આશા હોસ્પિટલના સંચાલક કેતનભાઈ ભરાણીયા અને આશિષભાઈ થાનકી સહિતનાઓ એ જહેમત ઉઠાવી હતી તો સવારથી જ દર્દીઓ સારવાર માટે પહોંચતા કેમ્પ સ્થળે કતારો જોવા મળી હતી ખાસ કરીને માત્ર એક એલોપેથીક પદ્ધતિ થી નહી પરંતુ આયુર્વેદ, નેચરોપેથી અને હોમિયોપેથી પદ્ધતિના નિષ્ણાંતો એ દર્દીઓ ની સંપૂર્ણ તપાસ કરી યોગ્ય નિદાન કર્યું હતું જેને લઈને દર્દીઓમાં પણ ખુશી જોવા મળતી હતી સામાન્ય રીતે ઈન્ટિગ્રેટેડ થેરાપી માં બે થી ત્રણ ડોકટરો દ્વારા દર્દીઓ ની યોગ્ય નિદાન કરવામાં આવતું હોવાથી તેમની માત્ર ફી પણ રૂપિયા 1200 થી 1500 જેટલી હોય છે પરંતુ અહી તપસ્વી ગ્રામ્ય વિકાસ ટ્રસ્ટ અને આશા હોસ્પિટલ દ્વારા યોજાયેલા આ કેમ્પમાં દર્દીઓનું નિદાન વિનામૂલ્યે કરી આપવામાં આવ્યું હતું ત્યારે આવનારા દિવસોમાં પણ ટ્રસ્ટ દ્વારા આ પ્રકારના કેમ્પ યોજી અને ખાસ કરીને હઠીલા રોગો ની વિનામૂલ્યે નિદાન અને સારવાર કરવામાં આવશે તેવું ટ્રસ્ટીઓ એ જણાવ્યું હતું.

રિલેટેડ ન્યૂઝ